જગતના નાથ આ વખતે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ સાથે નગરચર્યાએ નીકળશે

અમદાવાદના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરથી આ વખતે અષાઢી બીજે ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ અને યોજાશે તો કઇ ગાઇડલાન્સ સાથે તેના અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ મૂકાયું છે. કોવિડ ગાઇડલાઇન્સ સાથે રથયાત્રા યોજવા માટે સરકારે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. અલબત્ત, ૧૨ જુલાઇ-સોમવારના રથયાત્રાના ૧૯ કિલોમીટરના સમગ્ર રૃટ પર સવારે ૭ થી બપોરના ૨ સુધી કરફ્યૂનો અમલ કરાશે. આ ઉપરાંત ભક્તોએ ઘરે બેઠા ટીવીના માધ્યમથી ભગવાનની નગરચર્યાના દર્શન કરવા પડશે. અખાડા-ગજરાજ-ટ્રક-ભજન મંડળી વિના યોજાનારી આ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો જ હશે. રથ ખેંચનારા ખલાસીઓ તેમજ પૂજા વિધિમાં ભાગ લેનારા ભાવિકોનો રથયાત્રાના ૪૮ કલાક પહેલા ઇ્ઁભઇ  ટેસ્ટ નેગેટિવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે. ભક્તો વિના જ રથયાત્રા યોજાય તેવું રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમવાર બનશે.

અમદાવાદ ઉપરાંત રાજ્યોમાં અન્યત્ર અષાઢી બીેજ યોજાતી રથયાત્રા-શોભાયાત્રાને પણ કોવિડ ગાઇડલાઇન્સ સાથે મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં યોજાતી મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જગન્નાથ મંદિર ખાતે પારંપરિક પહિંદ વિધિ  સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અંગે માહિતી આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પ્રખ્યાત રથયાત્રા સહિત રાજ્યમાં અન્ય સ્થળે યોજાનારી રથયાત્રા આ વર્ષે કોરોનાની ચુસ્ત ગાઇડલાઇન્સના પાલન સાથે યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના ૧૯ કિલોમીટર જેટલા માર્ગ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરશે ત્યારે સંક્રમણ વધે નહીં તેના માટે રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ પર સદંતર બંધ રહેશે. આ માટે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા જરૃરી વિસ્તારોમાં સવારે ૭ થી બપોરે ૨ કલાક દરમિયાન કરફ્યૂ લગાવવાનો રહેશે. રથયાત્રા નિજ મંદિરથી નીકળી તે પહેલા નિજ મંદિરે પરત આવી જાય તો કરફ્યૂ વહેલો પૂરો થવાની જાહેરાત કરાશે. શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતા પુલો પણ બંધ કરાશે. રથયાત્રાના પ્રસ્થાન તથા પરત આવ્યા બાદ કરવામાં આવતી ધાર્મિક વિધિમાં રાજ્ય સરકારે નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ લોકો એકત્ર ન થાય તેના અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. ‘

આ વખતે રથયાત્રા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે. રથયાત્રા દરમિયાન રથ માત્ર સરસપુર ખાતે મોસાળમાં વિધિ માટે રોકાશે. આ વખતની રથયાત્રા પરંપરાગત રથયાત્રા કરતાં અલગ રીતે કરવામાં આવી છે. હાથી, ટ્રક, ભજન મંડળી, અખાડાઓને મંજૂરી અપાઇ નથી. આ ઉપરાંત ૧૯ કિલોમીટર લાંબી રથયાત્રામાં ૭ પોલીસ સ્ટેશનનો વિસ્તાર રથયાત્રા સાથે સંકળાયેલો છે તેમાં કરફ્યુ લગાવાશે.

૧૪૪મી રથયાત્રા : ગાઇડલાઇન્સ

: પ્રસાદ વિતરણ સદંતર બંધ રહેશે,

: સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા જરૃરી વિસ્તારોમાં સવારે ૭ થી બપોરે ૨ સુધી કરફ્યુ.

: રથયાત્રા નિજ મંદિરથી નીકળે તે પહેલા નિજ મંદિરે પરત આવી જાય તો કરફ્યુ વહેલો પૂરો થવાની જાહેરાત કરાશે.

: જરૃર જણાય તેવા રસ્તાઓ પર પ્રવેશ તથા બહાર જવાના રસ્તાઓ નિયંત્રિત કરવાના રહેશે.

: શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારને જોડતા પુલો પણ બંધ કરાશે.

: રથયાત્રાના પ્રસ્થાન તથા પરત આવ્યા બાદ કરવામાં આવતી ધાર્મિક વિધિમાં રાજ્ય સરકારે નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ લોકો એકત્રિત ન થાય તેની આયોજકોએ કાળજી લેવાની રહેશે.

: અમદાવાદ સહિત રાજ્યમાં અન્ય સ્થાને યોજાનારી રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર પરિભ્રમણ માટે નીકળે ત્યારે નિશાન ડંકા, રથ, મહંત તથા ટ્રસ્ટીઓના વાહનો નીકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ કે અન્ય કોઇ વાહનો રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં.

: ખલાસીઓ તેમજ પૂજાવિધિમાં ભાગ લેનારા ભાવિકોનો રથયાત્રાના ૪૮ કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે. આ તમામે વેક્સિનનો ડોઝ લઇ લીધો હોવો જોઇએ. જોકે, બંને ડોઝ લીધેલા હોય તેઓને અગ્રિમતા આપવાની રહેશે.

: રથયાત્રામાં મંજૂરી અપાયેલા વાહનો તથા રથ વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે.

: સ્થાનિક પરિસ્થિતિ જરૃરિયાતને ધ્યાને લઇ અન્ય નિયંત્રણ સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મૂકી શકાશે.

: સરસપુર ખાતે મોસાળમાં રથયાત્રા નિયત સમય માટે વિશ્રામ લેશે. જે દરમિયાન પ્રતિ વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદના આયોજન પર પ્રતિબંધ લદાયો છે.

મંદિર પરિસર ‘જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઉઠયું

રથયાત્રા યોજવા અંગે બપોરે ૨ઃ૩૦ના સત્તાવાર મંજૂરી આપવામાં આવી તેની સાથે જ જગન્નાથ મંદિરમાં ભક્તો ઉમટવાના શરૃ થઇ ગયા હતા. સમગ્ર મંદિર પરિસર ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ , ‘હાથી-ઘોડા-પાલખી…જય કનૈયાલાલ કી’ ના નાદથી ગૂંજી ઉઠયું હતું. ગત વર્ષે જગતના નાથ નગરચર્યાએ નીકળી શક્યા નહોતા. હવે આ વખતે રથયાત્રા નીકળશે તેની જાણ થતાં કેટલાક ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આ વખતની રથયાત્રા શા માટે અલગ રહેશે?

રથયાત્રા નામ પડતાં જ હકડેકઠ દર્શનાર્થીઓ, ગજરાજ, અખાડા, ભજનમંડળીઓનું દ્રશ્ય સામે આવી જાય. પરંતુ આ વખતે રથયાત્રામાં આ પૈકી કંઇ જ જોવા નહીં મળે. આ ઉપરાંત પારંપરિક ખીચડા તથા જાંબુ-મગ-કેરીનો પ્રસાદ પણ નહીં હોય. આ વખતની રથયાત્રામાં માત્ર ૬૦ ખલાસીઓ સહિત મહત્તમ ૮૦ લોકો હશે.  આમ, આ વખતની રથયાત્રા સંપૂર્ણ અલગ બની રહેશે.

અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પરથી જ ભક્તોને અટકાવાશે

અમદાવાદ જિલ્લાની બહાર જેમ કે ગાંધીનગર, મહેમદાવાદ, મહેસાણાથી ભક્તો અમદાવાદ ખાતે પ્રવેશ કરી શકે નહીં માટે અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ખાસ વ્યવસ્થા કરાશે. ભક્તોને અમદાવાદમાં પ્રવેશ આપવા દેવાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *