રથયાત્રા માત્ર 5 કલાકમાં પૂરી થશે : 60-60 ખલાસી ભાઇઓ તબક્કાવાર રથ ખેંચશે

અમદાવાદ : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી નીકળનારી 144મી રથયાત્રા કોવિડ ગાઇડલાઇન્સ સાથે કેવી રીતે યોજવી તેના અંગે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેના અનુસાર અષાઢી બીજે 60 ખલાસી ભાઇઓ સવારે જગન્નાથ મંદિરથી સરસપુરના રણછોડરાયજી મંદિર સુધી લઇ જશે જ્યારે બીજા 60 ખલાસી ભાઇઓ સરસપુરથી રથ નિજમંદિર પરત લાવશે.

સામાન્ય રીતે રથયાત્રામાં ભગવાનની નગરચર્યાને સવારે 7 થી રાત્રે 8 એમ 12 કલાકથી વધુનો સમય થતો હોય છે. પરંતુ ભક્ત-ભજનમંડળી-ગજરાજ વિના યોજાનારી આ રથયાત્રા બપોરે 12 :30 સુધીમાં જ સંપન્ન થઇ જાય તેવી સંભાવના છે.આમ, રથયાત્રા આ વખતે તેના સામાન્ય કરતાં અડધાથી પણ ઓછા સમયમાં સંપન્ન થઇ જશે.

આવતીકાલે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતિ માણ્યા બાદ જગન્નાથ મંદિરમાં પરત ફરશે. આ પછી આવતીકાલે નેત્રોત્સવ વિિધ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે.

જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસિૃથત રહેશે. 11 જુલાઇએ ભગવાનના સોનાવેષમાં દર્શન થઇ શકશે. આ ઉપરાંત ત્રણેય રથની પ્રતિષ્ઠા-પૂજન વિિધ કરાશે. સાંજે યોજાનારી વિશિષ્ટ પૂજામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસિૃથત રહેવાના છે.

આ દરમિયાન તેમના દ્વારા રથયાત્રાના આયોજનની સમિક્ષા પણ કરાશે. 12 જુલાઇના રથયાત્રા છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસિૃથત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિંદ વિિધ સાથે રથ યાત્રાનો પ્રારંભ કરાવશે.

કોરોનાને પગલે આ વખતે રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર કરફ્યૂ રહેશે. ભક્તોને ઘરેથી ટીવી-સોશિયલ મીડિયાના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરવાનો અનુરોધ કરાયો છે. સંક્રમણ વધે નહીં માટે રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ બંધ રહેશે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, ‘લોકો આ વર્ષે ઘરે બેસીને જ રથયાત્રાના દર્શન કરે તેવો અમારો અનુરોધ છે. રથ નિયત કરાયેલા સમયમાં પરત આવશે. રથયાત્રા દરમિયાન પ્રસાદની વહેંચણી નહીં કરવામાં આવે.

રથ નિજમંદિરમાં પરત ફરશે ત્યારબાદ મંદિરમાં મગ-જાંબુ-ખીચડાનો પ્રસાદ અપાશે. બપોરે રથ મંદિરમાં આવે ત્યારબાદ લોકો મંદિરમાં આવીને દર્શન-પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરૂપૂર્ણિમા સુધી મંદિરમાં રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે. આ વખતે રથ સરસપુર સિવાય ક્યાંયપણ નહીં રોકાય. આ ઉપરાંત વેક્સિનેટેડ અને આરટીપીસીઆર નેગેટિવ હોય તેવા જ ખલાસી ભાઇઓ રથ ખેંચી શકશે.

રથયાત્રા : ક્યારે શું કાર્યક્રમ?

10 જુલાઇ

સવારે 6 : રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા.

સવારે 8 :00 : નેત્રોત્સવ પ્રારંભ.

સવારે 9:30 : ધ્વજારોહણ

સવારે 10:30 : મહાઆરતી

11 જુલાઇ

સવારે 9:00 : સોનાવેષના દર્શન

સવારે 10:00 : ગજરાજની પૂજન વિિધ

બપોરે 2:00 : મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા-પૂજન વિિધ.

સાંજે 6:30 : મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા-આરતી.

સાંજે 8:00 : મહાઆરતી

12 જુલાઇ

સવારે 4:00 : મંગળા આરતી. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસિૃથતિ.

સવારે 4:30 : વિશિષ્ટ ભોગ (ખીચડી) ભગવાનને ધરાવાશે.

સવારે 5:30 : રથમાં ભગવાનનો પ્રવેશ.

સવારે 7:00 : મંદિરથી રથયાત્રાનો શુભારંભ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *