કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે રુપિયા ૨૧૫ કરોડના વિકાસકામોનું રવિવારે લોકાર્પણ-ખાતમુહુર્ત

૧૧ જુલાઈને રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઔડા-અમદાવાદ મ્યુનિ.હસ્તકના રુપિયા ૨૧૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહર્ત કરવામાં આવશે.જે પ્રોજેકટોનું લોકાર્પણ કરવામાં આવશે એમાં સિવિક સેન્ટર,કોમ્યુનિટી હોલ ઉપરાંત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો સમાવેશ થાય છે.ઔડા વિસ્તારના ઘુમા ઉપરાંત અન્ય વિસ્તારો માટે પાણીને લગતા પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામાં આવશે.

આ અંગે મળતી માહીતી મુજબ,રવિવારે સવારે ૧૦ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી બોપલ વિસ્તારમાંરુપિયા  ૧૦.૯૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સિવિક સેન્ટર અને રીડીંગ સેન્ટરનું લોકાર્પણ કરશે.સાબરમતી વોર્ડમાં રુપિયા ૨૧.૫૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તથા જુનાવાડજ વિસ્તારમાં રુપિયા ૧૨.૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા શ્રીનાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરશે.ઉપરાંત ગોતા વોર્ડમાં રુપિયા ૯.૧૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલાં કોમ્યુનિટી હોલ તેમજ વેજલપુર વોર્ડમાં રુપિયા ૮.૨૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ તથા રુપિયા ૨.૫૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી સબઝોનલ ઓફીસનું લોકાર્પણ કરશે.

ઘુમા વિસ્તાર માટે રુપિયા ૯૮.૯ કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટ અને જલજીવન મિશન અંતર્ગત ઔડા વિસ્તારના મણીપુર,ગોધાવી,શેલા, સનાથલ, જીવનપુરા અને નવાપુરા સહીતના વિસ્તારો માટે રુપિયા ૫૧.૮૩ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવનારા ચોખ્ખા પાણીની મેઈન ટ્રંકલાઈનના પ્રોજેકટનું ખાતમુહુર્ત  પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *