જમ્મૂ કાશ્મીર માં આજે સવારે એનઆઇએ એ મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે. એનઆઇએ અત્યારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ સહિત ઘણા ઠેકાણાઓ પર તાબતોડ રેડ પાડી હતી. એનઆઇએની ટીમ સાથે ઘટનાસ્થળ પર મોટી માત્રામાં સુરક્ષાબળ હાજર છે.
ટેરર ફંડિંગ કેસમાં 5 આરોપીની ધરપકડ
તમને જણાવી દઇએ કે આ દરમિયાન એનઆઇએ કાશ્મીરથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોને અનંતનાગ અને 1 આરોપીને શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામનો સંબંધ ટેરર ફંડિંગ કેસ સાથે છે.
આઇએસઆઇએસના મોડ્યૂલનો ખુલાસો
એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે. જેનો સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના મોડ્યૂલ સાથે છે.
શ્રીલંકા અને માલદીવ સાથે જોડાયેલા છે તાર
જાણી લો કે આઇએસઆઇએસ (ISIS) માં જોડાવવા માટે ભારતીય યુવાનોને ઓનલાઇનના માધ્યમથી ઉશ્કેરવામાં આવતા હતા. તેમનું બ્રેનવોશ કરવામાં આવી રહ્યું હતું. તેના તાર શ્રીલંકા અને માલદીવ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.