Maharashtra : કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે ફરીથી શિવસેના અને NCP વિરુદ્ધ આપ્યું નિવેદન

ઠાકરે સરકારમાં સતત તકરાર થતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ ફરી એકવાર શિવસેના અને એનસીપી વિરુદ્ધ વાત કરી હતી. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું.

આ પહેલા પણ નાના પાટોલેએ કહ્યું હતું કે, કોંગ્રેસ મહાવીકાસ આઘાડી સાથે મળીને આગામી તમામ ચૂંટણીઓ નહીં લડે, પરંતુ પોતાની તાકાતે લડશે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેથી નારાજ છે

નાના પટોલેએ અજિત પવાર તરફ ઇશારો કરતાં કહ્યું કે, પુનાના સંરક્ષક મંત્રી આપણાં નથી. આ પદ બારામતી વાળા પાસે છે. તેમના દ્વારા આપણા કેટલા કામ થયા છે? આવા સવાલ કરતી વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કાર્યકરોને પૂછ્યું, દરેક કાર્ય માટે સંરક્ષક મંત્રીની સહી જરૂરી છે. કોઈ પણ સમિતિમાં કોને લેવા તેના માટે પણ તેમની સહીની જરૂરી પડશે. ત્યારે તેઓ આપણી મદદ કરે છે? તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે યાદ રાખો.

આ સમસ્યાઓથી નિરાશ ન થાઓ, તેમને તમારી શક્તિ બનાવો. જો આ લોકો (એનસીપી અને શિવસેના) આપણને અધિકાર આપતા નથી, તો તે ઠીક છે, આપણે મહેનત કરીને જ આપણો હક મેળવીશું. એમ કહીને નાના પટોલે ફરી એકવાર પોતાના કાર્યકરોને ‘એકલા ચલો રે’ ના નારા લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *