રજનીકાંતના રાજકારણ માંથી સંન્યાસ , પાર્ટી ના સદસ્યો પણ વિખેરાયા

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.

આજે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંદરમને પણ વિખેરી કાઢી છે.

રજનીકાંતે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી.હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.

આ પહેલા રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી.પણ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ.જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.

આ પહેલા રજનકાંતે એમ પણ કહ્યુ હતુ કે, જાન્યુઆરી 2021માં હું પાર્ટી લોન્ચ કરીશ અને આ પાર્ટી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુ ટર્ન માર્યો હતો અને રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી હતી.એ પછી રજનીકાંતના સંગઠનના ઘણા સભ્યોએ તામિલનાડુની બીજી રાજકીય પાર્ટીઓ જોઈન કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *