બાબા રામદેવ લાવશે PATANJALI IPO, Ruchi Soya માટે 4300 કરોડના FPO ની થઈ જાહેરાત

બાબા રામદેવે(BABA RAMDEV) નિર્દેશ કર્યો છે કે ટૂંક સમયમાં તેમની કંપની Patanjali Ayurved Limited રોકાણકારોને સારી તકો ઉપલબ્ધ કરાવશે. હાલ કંપની IPO લાવવા પર કામ કરી રહી છે.

બાબા રામદેવ(BABA RAMDEV)ની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે(Patanjali Ayurved Limited) તેની સહયોગી કંપની રૂચી સોયાના એફપીઓ(Ruchi Soya FPO) ને લગતી એક મોટી જાહેરાત કરી છે. એટલું જ નહીં પતંજલિ એફએમસીજી સેક્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) જેવી કંપનીઓને સાથે મજબૂત સ્પર્ધા કરી રહી છે. કંપની ની યોજનાઓ અંગે બાબા રામદેવે કહ્યું કે અમે HUL સિવાય તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે. આજ ની તારીખ માં HUL એ અમારા કરતા મોટી કંપની છે. પતંજલિના વધતા જતા કારોબાર પર બાબા રામદેવે કહ્યું કે અમે 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ.

રૂચિ સોયા 4300 કરોડનો FPO લાવશે:બાબા રામદેવે કહ્યું છે કે પતંજલિની ક્ષમતામાં સતત વિસ્તરણ ચાલી રહ્યું છે. હવે અમે પોશાક ઉત્પાદનો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મહિલાઓ સાથે જોડાયેલા હેલ્થકેર પ્રોડક્ટ્સ પર પણ હવે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે રૂચી સોયાને એફએમસીજી કંપની બનાવીશું. અમે 4,300 કરોડ રૂપિયાના FPO સાથે આવી રહ્યા છીએ. ટૂંક સમયમાં પતંજલિનો આઈપીઓ(Patanjali IPO)લાવવાના સંકેત આપ્યા હતા. બાબા રામદેવે કહ્યું કે પતંજલિ જૂથનો હેતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં તેની કંપનીઓને દેવા મુક્ત બનાવવાનો છે.

Patanjali IPO લાવવામાં આવશે:
બાબા રામદેવે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં તેમની કંપની Patanjali Ayurved Limited રોકાણકારોને સારી કમાણીની તક ઉપલબ્ધ કરાવશે. કંપની IPO લાવવાની યોજના પર કામ કરી રહી છે. IPO ની રકમ ની હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. બાબા રામદેવે જોકે કહયું હતું કે તેઓ પોતાની કંપનીને દેવામુક્ત બનાવવા માંગે છે.

પતંજલિ 5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગાર આપશે:
બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ 5 વર્ષમાં 5 લાખથી વધુ લોકોને રોજગાર આપ્યો છે. હવે આવતા 5 વર્ષમાં 5 લાખ ની નવી નોકરી આપીશું. તેમણે ઉમેર્યું કે 2 લોકોથી શરૂઆત કર્યા પછી અમે 200 દેશોમાં યોગને પહોંચાડવામાં સફળ થયા છીએ. અમે 100 થી વધુ સંશોધન આધારિત દવાઓ તૈયાર કરી છે. આટલું જ નહીં અમે રૂચી સોયાના કારોબારને વધારીને રૂ 16,318 કરોડ કરી દીધો છે. અમે રૂચિ સોયાને 24.4 ટકાના દરે આગળ લાવ્યા છે. આગળ કંપનીનું સંપૂર્ણ ધ્યેય સંશોધન, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ પર રહેશે. નાણાકીય વર્ષ 2020-21માં પતંજલિનું ટર્નઓવર આશરે 30,000 કરોડ રૂપિયા હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *