ગૌતમ અદાણીએ ટ્વીટ કરી: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી તેમની કંપનીએ સંભાળી હોવાની જાણકારી આપી.
અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની AAHL હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે
મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી કંપની પાસે આવતાંની સાથે જ ટોટલ 7 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે.
અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે.
મુંબઈ એરપોર્ટને ઉભું કરનાર GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે. બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.
આપને જાણીએ જ છે કે મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતીયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે.
આ ડેવલપમેન્ટ ન્યૂઝ ગૌતમ અદાણી એ ટ્વીટ કરીને આપ્યા હતા કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને ઘણી જ ખુશી અનુભવી રહ્યા છે. અમે વાયદો કરીએ છે કે મુંબઈને નવા મેનેજમેન્ટ પર ગર્વ હશે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવશે. અમે એન્ટરટેઈનમેન્ટ અને લક્ઝરીના મોરચે પણ નવું ભવિષ્યનું એરપોર્ટ ઊભું કરીશું. અમે હજારો સ્થાનિકોને નવી રોજગારી આપીશું.