ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના જુદા જુદા શહેરોમાં ફરવા ગયા હતા, ત્યાંથી એક ખેલાડીને સંક્રમણ થવાની આશંકા સેવાય રહી છે.
ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસ (England Corona Cases) અતિશય ઝડપથી વધી રહ્યા છે અને તેની અસર આપણી ટીમ ઈન્ડિયા ઉપર પણ પડી છે. ઈંગ્લેન્ડ ગયેલી ટીમ ઈન્ડિયા (Team India)નો એક સભ્ય કોરોના પોઝિટિવ (Team India player corona positive) હોવાનું સામે આવ્યું છે. આ જાણકારી સામે આવ્યા બાદ ખેલાડીને અઈસોલેટ કરી દેવામાં આવ્યો છે. જોકે, સંક્રમિત ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર્યા બાદથી ટીમ ઈન્ડિયાના ખેલાડી ત્રણ સપ્તાહના બ્રેક પર છે. આ દરમિયાન ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ-અલગ શહેરોમાં ફરવા ગયા હતા. આ દરમિયાન ખેલાડી વાયરસની ઝપટમાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ક્રિકબઝ પર થી જાણવા મળ્યા મુજબ, ભારતીય ખેલાડી હાલમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેને કારણે આ ખેલાડી ટીમના બાકી સભ્યોની સાથે ડરહમ નહીં પહોંચે. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડી ટેસ્ટ સીરીઝની પ્રેક્ટિસના ઈરાદાથી ગુરૂવારથી લાગશે. હાલ ટીમ ઈન્ડિયાના આ સભ્યના નામનો ખુલાસો નથી થયો. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝનો પ્રારંભ 4 ઓગસ્ટથી થવાનો છે.
‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, આ ખેલાડીએ હાલમાં ટીમ મેનેજમેન્ટથી ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તે સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. હાલ, આ ખેલાડી ઈંગ્લેન્ડમાં પોતાના સંબંધીને ત્યાં ક્વૉરન્ટિન છે. આ ખેલાડીના સંપર્કમાં આવેલા બીજા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને પણ ત્રણ દિવસ માટે આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા, તેનો સમય પૂરો થઈ ગયો છે. હાલ, સંક્રમિત ખેલાડી ડરહમમાં ટીમના કેમ્પનો હિસ્સો નહીં બને.
હાલ ટીમ ઈન્ડિયાના આ સભ્યના નામનો ખુલાસો નથી થયો. પરંતુ રિપોર્ટ્સ મુજબ, જે ખેલાડી સંક્રમિત થયો છે, તે થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડના ભીડભાડવાળા વિસ્તારોમાં ફરતો જોવા મળ્યો હતો.