આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી. પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
Gujarat Secondary Education Board CLASS 12 SCIENCE RESULTS : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 1 લાખથી વધુ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 12 સાયન્સનું 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો , 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા , તો B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું છે. આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શાળાઓ દ્વારા જોઈ શકાશે. શાળાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા જાણી શકાશે.