આ ઈંધણથી ચાલશે ગાડીઓ, પેટ્રોલ-ડીઝલને જલ્દ મળશે ટાટા બાય-બાય, પીયૂષ ગોયલે બતાવ્યો સરકારનો પ્લાન

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરેઆમ વધારાના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એવા સમયે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આ જાહેરાતે નવી આશા જગાડી છે.

નવો વિકલ્પ હશે ઇથેનોલ
ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે સરકાર 2023-24 સુધીમાં ઇથેનોલ બલેન્ડિંગનો ટાર્ગેટ વધારીને 20% કરવાનો પ્લાન બનાવી દીધો છે. હાલમાં પેટ્રોલમાં 8.5% જેટલો ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. જે આગામી 2 થી 3 વર્ષના સમયગાળામાં બમણાથી વધારે કરી દેવામાં આવશે.

 આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત

સીઆઈઆઈ દ્વારા આયોજિત ‘આત્મનિર્ભર ભારત’ સંમેલનને સંબોધન કરતાં પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અમારો હેતુ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો છે. અમે એવી ટેક્નોલોજી વિકસાવીશુંન કે જેની મદદથી વાહનો પેટ્રોલને બદલે 100% ઇથેનોલથી દોડશે. જેની પાસે ઇલેક્ટ્રિક કાર છે તેઓને અપીલ છે કે તેઓએ સોલાર એનર્જી અથવા રિન્યુએબલ એનર્જીની સહાયથી જ પોતાની કાર રિચાર્જ કરે. આ માટે, ભવિષ્યમાં ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોટા પાયે તૈયાર કરવામાં આવશે.

2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય
ગોયલે કહ્યું હતું કે 2022 સુધીમાં ભારતે 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે 2030 સુધીમાં આ લક્ષ્ય 450 ગીગાવોટ જેટલું રાખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5મી જૂન 2021ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી હતી કે 20% ઇથેનોલ મિક્સિંગના ટાર્ગેટને 2030 થી ઘટાડી 2025 કરી દેવામાં આવે છે.

રિન્યુએબલ એનર્જીમાં 250% જેટલો જંગી વધારો 
ભારત રિન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે ખૂબ જ સભાન છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં 250% નો વિકાસ થયો છે. વિશ્વમાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જીનો સૌથી વધુ ઉપયોગ કરતા પાંચ દેશોમાં ભારત પણ સામેલ છે. ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારત ટોચના 10 દેશોમાં પણ શામેલ છે. અર્થતંત્ર અને પર્યાવરણ બંનેની દિશામાં ભારત એકસાથે આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *