ભારતમાં સૌ પ્રથમ:ગુજરાત હાઈકોર્ટ અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ(Live Streaming) કરતી દેશની સૌ પ્રથમ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વર્ચ્યુયલ કોર્ટનું ઉદઘાટન કર્યુ

જીવંત પ્રસારણ થી જજ પર દબાણ વધશે, પરંતુ જનપ્રિય અભિપ્રાયથી લોકોને વિમુખ રાખવા જોઈએ: CJI એન.વી રમન્ના

સોમવારથી બાકીની કોર્ટના લાઈવ સ્ટ્રિમિગ થશે, ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે: હાઈકોર્ટના રજિસ્ટ્રાર

આજથી અપ્રત્યક્ષી સુનાવણીનું જીવંત પ્રસારણ કરતી ગુજરાત હાઈકોર્ટ દેશની પહેલી હાઈકોર્ટ બની છે. હાઈકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. ન્યાય પ્રક્રિયામાં સુધારો અને ન્યાય આપવાની દિશામાં ગુજરાત હાઈકોર્ટનું જીવંત પ્રસારણ સાથે જ ઓપન કોર્ટ તરફનું ઐતિહાસિક પગલું છે. તેમ ચીફ જસ્ટિસ એન.વી રમન્નાએ જણાવ્યું હતું.

ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ વધુ મજબૂત થશે
ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, લાઈવ સ્ટ્રિમિંગથી જજ પર દબાણ વધશે પરંતુ જનપ્રિય અભિપ્રાયથી લોકોને વિમુખ રાખવા જોઈએ. લાઈવ સ્ટ્રિમિંગની આ પહેલથી લોકોમાં જસ્ટિસની ટ્રાન્સપરન્સી રહેશે.લોકોમાં ન્યાય પ્રક્રિયાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

પ્રાયોગિક ધોરણે યુ-ટ્યુબ પર સ્ટ્રિમિંગ થતું હતું
કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસોની વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની વીડિયો કોન્ફરન્સની સુનાવણી હવે લોકો યુટ્યુબ પર પણ જોઈ શકે છે. પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની કોર્ટની સુનાવણીનું યુટ્યુબ પર લાઈવ સ્ટ્રિમિંગ શરૂ કરાયું રહ્યું હતું.

હાઈકોર્ટની વેબસાઈટ પર લિંક મૂકવામાં આવે છે
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વીડિયો કોન્ફરન્સથી થતી સુનાવણી દરમિયાન ઓપન કોર્ટ કન્સ્ટેપ્ટને લાગુ કરવામાં આવ્યો છે. જેથી જે વ્યક્તિને કેસની સુનાવણી જોવી હોય તે વીડિયો કોન્ફરન્સથી થતી કોર્ટની કાર્યવાહી લાઈવ યુટ્યુબ પર જોઈ શકશે. કોર્ટની વેબસાઈટ પર તેની લિંક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *