આજે ભારત બનામ શ્રીલંકા: શિખર ધવનની અગ્નિપરીક્ષા

IND Vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા વિરુદ્ધ પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ રમાશે. આ મેચ દ્વારા શિખર ધવનને પહેલીવાર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવાનો મોકો મળી રહ્યો છે.

ભારત શ્રીલંકા સાથે 3 વન-ડે અને તેટલી જ ટી-20 મેચ રમવાનું છે.

શિખર સાથે ઓપનિંગ કરવા માટે શૉ પ્રબળ દાવેદાર

અત્યારના ફોર્મની વાત કરીએ તો પૃથ્વી શૉ બાકીના ખેલાડીઓ કરતાં શિખર સાથે ઓપનિંગ કરવા માટે પ્રબળ દાવેદાર છે. શિખર અને શૉની જોડી IPLમાં દિલ્લી કેપિટલ્સ માટે પણ ઓપનિંગ કરે છે.તાજેતરમાં જ પૃથ્વી શૉએ દેવદત્ત પડિક્ક્લ, ઋતુરાજ ગાયકવાડ અને નીતિશ રાણાની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. વિજય હજારે ટ્રોફીમાં શૉ સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો. શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ધવનની સાથે શૉ ઓપનિંગ કરી શકે છે પરંતુ બીજી મેચમાં આ ઓપનિંગ જોડી બદલાઈ પણ શકે છે.

દરેક ખેલાડીને આ પ્રવાસમાં રમવાની તક મળશે
સિનિયર ખેલાડીઓ અત્યારે ઈંગ્લેન્ડ સામેની સિરીજની તૈયારીઓમાં છે તેવામાં BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનની આગેવાનીમા યંગબ્રિગેડને તૈયાર કરી છે. 13 જુલાઇથી શરૂ થવાની આ સિરીઝને કોરોનાને લીધે 18 જુલાઇ સુધી લંબાવવામાં આવી હતી. પ્રથમ મેચ માટે ભારતની પ્લેઇંગ 11 શું હશે એ બાબત જોવા જેવી રેહશે કારણ કે, રાહુલ દ્રવિડે આપેલા નિવેદન મુજબ પ્રત્યેક ખેલાડીને આ પ્રવાસમાં રમવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *