વિપક્ષ ઉપર અમિત શાહનો પલટવારઃ આ વખતનું ચોમાસું સત્ર વિકાસના નવા ફળ આપશે

(Amit shah)કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દોને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે અવરોધ પૈદા કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે. આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે.

19 જુલાઈએ સંસદમાં ચોમાસું સત્ર (Monsoon session in Parliament) શરુ થયું હતું. આ સત્રની શરુઆત હંગામાની સાથે શરુ થયો હતો. લોકસભામાં (loksabha) સોમવારે ચોમાસું સત્રના પહેલા દિવસે જ વિરોધ જોવા મળ્યો હતો. પહેલા દિવસે વિપક્ષે ભારે હંગામો કર્યો હતો. જોકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) અનેક મુદ્દોને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે અવરોધ પૈદા કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે. આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે. સત્ર ન ચાલવા દેવાની મંશાને સત્તા પક્ષ સમજી ગયો છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓના તથ્ય અને ક્રમ આખા દેશને જોવા માટે સામે છે. આજે સંસદમાં ચોમાસું સત્ર શરું થયું છે. આ દરમિયાન અમિત શાહે પેગાસસ મામલે પણ વિપક્ષ ઉપર હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું કે કાલે મોડી સાંજે અમે એક રિપોર્ટ જોયો, જેમા માત્ર એક ઉદેશ્યથી પ્રેરિત થઈને કેટલાક વિશેષ વર્ગના લોકો દ્વારા ફેલાવવામાં આવ્યો છે. આ પ્રકારનું કાર્ય વિશ્વ સ્તર ઉપર ભારતને અપમાનિત કરવા, આપણા રાષ્ટ્ર વિશે એ જ જૂની અવધારણાઓને આગળ વધારવા અને ભારતના વિકાસ પથને પાટા ઉપરથી ઉતારવા માટે કરવામાં આવ્યો હતો.

અમિત શાહે ચોમાસું સત્રને લઈને કહ્યું કે આ વખતના ચોમાસું સત્રને લઈને દેશવિદેશને ખુબ જ આશા છે. ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને સમાજના પછાત વર્ગોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ કાયદા ઉપર સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *