રાજકોટ રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે.
રાજકોટવાસીઓનો રંગીલો લોકમેળો આ વર્ષે નહિ યોજાઈ. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી જિલ્લા કલેકટર દ્વારા મેળાઓ નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય.
રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.
હવે જન્માષ્ટમી માં રાજકોટ ના લોકો કેવી મજા કરે છે એ જોવું રહ્યું..!