કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશેષ રૂપથી ઓક્સિજનની કમીને કારણે કોઈ મોત થયા નથી.
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ કે.વી વેણુગોપાલે માહિતી માંગી; સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આપ્યો જવાબ- ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી!
રાજ્યસભામાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ સવાલોના જવાબમાં કહી આ વાત
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ કે.વી વેણુગોપાલે એક સવાલ કર્યો કે શું બીજી લહેરમાં ઓક્સિજનની ભારે કમીને કારણે રસ્તા અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓના મોત થયા, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે, સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે. તેમના અનુસાર બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને નિયમિત આધાર પર કેસ અને મોતના આંકડા રિપોર્ટ કરે છે. પરંતુ કોઈ મોત થયા નથી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિશેષ રૂપથી ઓક્સિજનની કમીની સૂચના આપવામાં આવી નથી. એક લેખિત ઉત્તરમાં તેમણે કહ્યું કે, ભારત સરકારે રાજ્યોનું સમર્થન કર્યું છે અને ઓક્સિજન પહોંચાડવા માટે ઘણી કાર્યવાહી કરી છે. એપ્રિલ-મે 2021 દરમિયાન ઝડપથી કેસમાં વધારો જોતા કોવિડ દર્દીઓની ક્લીનિકલ દેખરેખ નક્કી કરવા ચિકિત્સા ઓક્સિજન અને અન્ય ઉપભોગ્ય સામગ્રીઓની જોગવાઈ સહિત અનેક પગલા ભર્યા છે.
પ્રથમ લહેરની તુલનામાં ત્રણ ગણી થઈ ઓક્સિજનની માંગ
ડો. પવારે તે વાત પર પ્રકાશ પાડ્યો કે બીજી લહેર દરમિયાન દેશમાં મેડિકલ ઓક્સિજનની માંગ પ્રથમ લહેર દરમિયાન 3095 મેટ્રિક ટનની તુલનામાં લગભગ 9000 મેટ્રિક ટન (એમડી) સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં ચિકિત્સા ઓક્સિજનની આપૂર્તિ સંબંધિત હોસ્પિટલ અને ચિકિત્સા ઓક્સિજન સપ્લાયર વચ્ચે કોન્ટ્રાક્ટ સંબંધી વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. પરંતુ બીજી લહેર દરમિયાન ચિકિત્સા ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ વૃદ્ધિને કારણે દેશમાં માંગ લગભગ 9000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી.