10 જુલ્ય, 2021 સુધીમાં PFRDA નું ટોટલ AUM એટલે કે એસેટ અન્ડર મેનેજમેન્ટ 6.2 લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ 2020-21 ના અંતે આ રકમ રૂ 5.78 લાખ કરોડ હતી. પેન્શન ફંડના રોકાણ પર જે રીતે વળતર આવી રહ્યું છે તે સંદર્ભે બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટે 11.31 ટકા રિટર્ન આપ્યું છે.
PFRDA ના એક અધિકારીએ કહ્યું છે કે પેન્શન ફંડ મેનેજર્સ (PFM) ને ટૂંક સમયમાં ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) અને મુખ્ય શેર્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અધ્યક્ષ સુપ્રતિમ બંદ્યોપધ્યાયે જણાવ્યું હતું કે નિયમનકારનો હેતુ પેન્શન ફંડના સભ્યોની સંખ્યામાં વધારો કરવાનો છે.
હાલમાં પેન્શન ફંડ મેનેજર્સ ફક્ત એ શેરોમાં રોકાણ કરી શકે છે જેમની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5000 કરોડથી વધુ છે અને જે વિકલ્પો અને ફ્યુચર્સ ટ્રેડિંગમાં કારોબાર કરે છે. બંદ્યોપધ્યાયે વધુમાં કહ્યું હતું કે આનાથી ફંડ મેનેજરો માટેની તકો મર્યાદિત થઇ જાય છે. તેમણે એવન્યુ સુપરમાર્કેટ્સનું ઉદાહરણ આપ્યું હતું જેમાં પ્રતિબંધોને કારણે PFM રોકાણ કરી શક્યા નહીં.
IPO અને FPO પણ રોકાણ કરવામાં આવશે
સુપ્રતિમ બંદ્યોપધ્યાયે કહ્યું હતું કે “અમે નવા નિયમોને બે કે ત્રણ દિવસમાં સૂચિત કરીશું જેમાં ઇક્વિટી રોકાણ કરી શકાય તેમ છે,” તેમણે ઉમેર્યું હતું કે નવા નિયમો હેઠળ PFM IPO, ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) , વેચાણ માટેની ઓફરમાં રોકાણ કરવામાં સમર્થ હશે. આ સિવાય NSE અને BSE ના 200 ટોચના શેરોમાં પણ રોકાણને મંજૂરી આપવામાં આવશે.
ઇકવીટીમાં વધુ રોકાણની તરફેણ
બંદ્યોપધ્યાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત રૂપે ઇક્વિટીમાં વધુ રોકાણોની તરફેણ કરે છે. જોકે જોખમો ઘટાડવા માટેની જરૂરી સૂચનાઓ રહેશે. NPSના કુલ ગ્રાહકોની સંખ્યા 4.37 કરોડ છે જેમાંથી મહત્તમ 2.90 કરોડ અટલ પેન્શન યોજના હેઠળ છે. તેમને કહ્યું કે “નાણાકીય વર્ષ 2021-22માં અમે સદસ્ય આધારમાં એક કરોડનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ જેમાં અટલ પેન્શન યોજનાના 90 લાખ સભ્યો હશે.”
AUM 6.2 લાખ કરોડ
10 જુલાઈ 2021 સુધીમાં PFRDA નું ટોટલ AUM એટલે કે એસેટ અન્ડર મેનેજમેન્ટ 6.2 લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ 2020-21 ના અંતે આ રકમ રૂ 5.78 લાખ કરોડ હતી. પેન્શન ફંડના રોકાણ પર જે રીતે વળતર આવી રહ્યું છે તે સંદર્ભે બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટે 11.31 ટકા રિટર્ન આપ્યું છે. કોર્પોરેટ ડેટે 10.21 ટકા અને સરકારી સિક્યોરિટીઝનું 9.69 ટકા રિટર્ન મળ્યું છે. તેમણે કહ્યું કે ફંડ મેનેજરને REITમાં પણ રોકાણ કરવાની સ્વતંત્રતા રહેશે.