બેંક 23 મી જુલાઈ, 17 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર 2021 ના રોજ મેગા ઇ-ઓક્શન(IOB Mega E-Auction)નું આયોજન કરી રહી છે. તમે પણ આ હરાજીમાં ભાગ લઈને ખૂબ સસ્તા ભાવે ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank) પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BOB) ને પાછળ ધકેલી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની છે. IOB સસ્તા ભાવે મકાનો, દુકાનો અને પ્લોટ ખરીદવાની મોટી ઓફર લઈને આવી છે. ઘર અથવા વ્યવસાયિક સંપત્તિ ખરીદદારો આ તકનો લાભ લઈ શકે છે. બેંક 23 મી જુલાઈ, 17 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર 2021 ના રોજ મેગા ઇ-ઓક્શન(IOB Mega E-Auction)નું આયોજન કરી રહી છે. તમે પણ આ હરાજીમાં ભાગ લઈને ખૂબ સસ્તા ભાવે ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો. જાણો નિલામીને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીએ.
IOBએ ટ્વીટ કરીને આ મેગા ઇ-ઓક્શન વિશે માહિતી આપી છે. આઈઓબીએ ટ્વિટ કરીને લખ્યું છે – આઇઓબી 23 જુલાઈ, 17 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર 2021 ના રોજ મેગા ઇ-ઓક્શનની હરાજી કરી રહ્યું છે. સંપત્તિની વિગતો બેંકની વેબસાઇટ iob.in પર ઉપલબ્ધ છે.
E-Auctionમાં ભાગ લેવા અંગે જરૂરી માહિતી
>> E-Auctionની સૂચનામાં ઉલ્લેખિત સંબંધિત સંપત્તિ માટે Earnest Money Deposit EMD અને ‘KYC’ સંબંધિત બેંક શાખામાં બતાવવી પડશે.
>> હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિની ડિજિટલ હસ્તાક્ષર હોવી જોઈએ. જો ન હોય તો તો આ માટે ઇ-હરાજી કરનાર અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે.
>> E-Auction કરનાર સંબંધિત બેંક શાખામાં EMD જમા કરાવીને અને KYC દસ્તાવેજો બતાવ્યા પછી બોલી લગાવનારની ઇમેઇલ આઈડી પર લોગીન આઈડી અને પાસવર્ડ મોકલશે.
>> હરાજીના નિયમો મુજબ E-Auctionના દિવસે સમયસર લોગીન કરીને તમે બોલી લગાવી શકો છો
કેવી પ્રોપર્ટીની હરાજી કરાય છે
જે લોકોનું બેંક લોનના સ્વરૂપમાં દેવું છે તેઓ ગેરંટી તરીકે તેમની રહેણાંક મિલકત અથવા વેપારી સંપત્તિને ગીરવી રાખે છે. જો લોન લેનાર તેની લોન ભરપાઈ કરવામાં અસમર્થ રહે તો આ સ્થિતિમાં બેંક તેના નાણાંની વસૂલાત માટે તેની ગીરવે મુકેલી કરેલી સંપત્તિની હરાજી કરે છે. બેન્કની સંબંધિત શાખાઓ પ્રસાર માધ્યમો દ્વારા આ અંગે જાહેરાત પ્રકાશિત કરે છે.