ખેડૂતોને સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે શરતી મંજુરી, વિરોધ પ્રદર્શન 9 ઓગસ્ટ સુધી રહેશે યથાવત

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતની આગેવાનીમાં, કૃષિ સુધારા બિલના વિરોધમાં છેલ્લા આઠ મહિનાથી ખેડુતો સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતો સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે વિરોધ નોંધાવશે.

આજથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર કૃષિ કાયદાઓનો (Farm Laws) ખેડૂતો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને જંતર-મંતર (Jantar Mantar) પર કોરોનો પ્રોટોકોલનું પાલન કરીને વિરોધ માટે લીલી ઝંડી મળી છે. આશરે 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં (Protest) જોડાશે.

આજ રોજ 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દિલ્હીના જંતર-મંતર પર કૃષિઓ કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવશે. દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને (Farmer union) જંતર-મંતર પર કોરોના પ્રોટોકોલ (Corona Protocol) જાળવીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી છે. સંસદના ચોમાસું સત્ર (Monsoon Session) દરમિયાન દરરોજ 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.

મહત્વનું છે કે, ખેડૂતોના વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસ જવાનો (Police) તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને 200 ખેડુતોની મર્યાદામાં વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતોને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની શરતી મંજૂરી:

જાણીતું છે કે છેલ્લા 8 મહિનાથી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર (Sindhu Border) પર કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કૃષિ આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં છે. દિલ્હી પોલીસ દ્વારા 200 ખેડૂતોની મર્યાદામાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે શરતી મંજુરી આપવામાં આવી છે. ખેડૂતો આજથી લઈને 9 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવશે.

ઉપરાંત, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Delhi Disaster Management Authority) એ પણ વિરોધ પ્રદર્શન માટે ઔપચારિક રીતે આદેશ આપ્યો છે અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી ખેડૂતોને વિરોધ પ્રદર્શન માટે મંજુરી આપવામાં આવી છે.

પોલીસ સુરક્ષા હેઠળ ખેડૂતો જંતર-મંતર જવા રવાના

સૂત્રોનું માનીએ તો પોલીસ સુરક્ષા હેઠળ ખેડૂતોને સિંઘુ બોર્ડરથી જંતર-મંતર સુધી પહોંચાડવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના નેતા (Leader of Indian Farmers Union) રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, “અમારા 200 ખેડૂતો પોલીસ સુરક્ષા હેઠળ સિંઘુ બોર્ડરથી જંતર-મંતર સુધી જશે અને સંસદનું સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે.”

ઉલ્લેખનીય છે કે, કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો છેલ્લા આઠ મહિનાથી સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. આ પહેલા પણ લાલ કિલ્લામાં આ આંદોલનનું  ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્યારે સંસદ (Parliament) બહાર જંતર-મંતરમાં આ વિરોધ પ્રદર્શન કેવુ સ્વરૂપ લેશે તે જોવું રહ્યું. આજે  સવારે  પોલીસની સુરક્ષા હેઠળ રાકેશ ટિકૈત સહિતના ખેડુતો જંતર-મંતર જવા માટે રવાના થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *