ઝોમેટોનું લિસ્ટિંગ ધારણા કરતાં, શૅર બજારમાં ઘણું સારું રહ્યું છે. તેનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ રકમ ઇશ્યૂ પ્રાઇઝથી 51.32% એટલે કે 39/- રૂપિયા વધારે છે. NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું છે. તે ઇશ્યૂ પ્રાઇઝથી 52.63% એટલે કે 40/- રૂપિયા ઉપર છે. ઝોમેટો શૅરનો ઇશ્યૂ પ્રાઇઝ 76/- રૂપિયા છે.
ઝોમેટો આઇપીઓ (Zomato IPO)નું લિસ્ટિંગ પહેલા 27 જુલાઈના થશે એમ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ પહેલા જ તેને લિસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં ઝોમેટોનો શૅર પ્રીમિયમ વધી ગયું છે. અઠવાડિયાની શરૂઆતમાં તે 19 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો જે હવે વધીને 29 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આમ હિસાબ કરીએ તો લિસ્ટિંગ તેની આસપાસનું રહ્યું કહેવાય.
ઝોમેટોના ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ 76/- રૂપિયા હતો. જે ઝોમેટાના શૅર 105 રૂપિયા પર લિસ્ટ થવાના હતા તે શેર પર લિસ્ટિંગ 116/- રૂપિયા પર થયું છે જે ધાર્યા કરતા ઘણું વધારે છે. જોકે, બજારના જાણકારોમાં કંપનીની વેલ્યૂએશનને લઈને ચિંતા જણાતી જરૂર હતી.
ફાઉન્ડરે કરી હતી ટ્વીટ:
કંપનીના આઇપીઓના લિસ્ટિંગ પહેલા તેના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કર્યું હતું કે, મારી કંપનીના લિસ્ટિંગના દિવસે હું અમારા શૅરહોલ્ડર્સની સાથે કંઈક વાત કરવા માંગું છું. ફ્યુચર ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. હું નથી જાણતો કે આપણે પાસ થઇશું કે ફેઇલ પરંતુ આપણે કાયમ ની જેમ બેસ્ટ આપીશું.
જાણીતું છે કે, Zomato કંપની એ એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી તેના યુઝર્સને તેમનું મનગમતું ફૂડ પહોંચાડવાનું છે. આ કંપની સાથે અત્યાર સુધી લાખો ફૂડ ડિલિવરી બોય/ગ્લર્સ પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ ડિલિવરી બોય/ગ્લર્સ ગ્રાહકોને માલ પહોંચાડે છે. તેની એપ્લિકેશન પર રેસ્ટોરન્ટની જાણકારી પણ આપે છે. તેમના માટે માર્કેટિંગ પણ કરે છે. નોધનીય છે કે નાણાકીય વર્ષ 2018માં કંપનીએ કુલ 487/- કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743/- કરોડ થઈ ગઈ છે. પણ કપનીનું કહેવું છે કે કોરોના ને કારણે કંપનીને કુલ રૂ. 2385/- કરોડનું નુકસાન થયું છે.