TMC સાંસદ શાંતનુ સેન સસ્પેન્ડ: IT મંત્રી પાસેથી કાગળ ખુચવી ફાડી નાખ્યું

સંસદમાં  ચોમાસુ સત્ર શરૂ ગયું છે અને આજે એનો ચોથો દિવસ છે.  આજે જયારે IT અને સંચાર મંત્રી નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેઓ ના હાથમાંથી પેપર ફાડીને ફેંકનારા શાંતનુ સેનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે.

સત્રમાં હજુ પેગાસસ જાસૂસી કાંડ, ખેડૂત આંદોલન, બીજી લહેરમાં કોરોનાથી થયેલા મોતના મુદ્દા ઓ પર જ વાતાઘાટો ચાલતી હોઈ જેના લીધે સદન બરાબર કાર્યરત થયાં નથી. ગુરુવારે તો એ સ્થિતિ ઊભી થઈ કે રાજ્યસભામાં જ્યારે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પેગાસસ જાસૂસી કાંડ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી એમના સ્ટેટમેન્ટનું પેપર લઈને ટીએમસી સાંસદ શાંતનુ સેને ફાડી ઉપસભાપતિ સામે ઉછાળ્યું હતું.

TMC સભ્ય શાંતનુ સેનને એક દિવસ પહેલાના આવા વર્તન બદલ રાજ્યસભાના સત્રમાં બાકીના સમય માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. જાણીતું છે કે સેને ગુરુવારે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન આઈટી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવી લીધો હતો અને ત્યારબાદ ટુકડા કરી હવામાં ઉછાળ્યો હતો. શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકી સત્ર દરમિયાન સદનની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહી દીધું હતું.

રાજ્યસભામાં સરકારે આજે શાંતનુ સેનને સદનની બાકીની કાર્યવાહીથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી.

ચર્ચામાં ઉચકાયેલા ટીએમસી સાંસદ શાંતનુ સેન ડોક્ટર છે. ડોક્ટર શાંતનુ સેન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. નોર્થ કોલકાતાના રહીશ શાંતનુ એક સમયે કોલકાતામાં ટીએમસી કાઉન્સિલર રહી ચૂક્યા છે.

શાતનુ સેનને તૃણમૂલ કોંગ્રેસે 2016 માં મુર્શિદાબાદની કાંદી બેઠકથી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા. પરંતુ શાંતનુ સેન ચૂંટણી જીતી શક્યા નહોતા અને કોંગ્રેસના હાથે હાર્યા. પછી કાઉન્સિલરથી ટીએમસીએ શાંતનુને રાજ્યસભાની ટીકિટ આપી અને તેઓ રાજ્યસભા સાંસદ બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *