ગુજરાત હાઇકોર્ટ એ કોરોના થર્ડ વેવ માટે સજ્જ રહેવા સરકાર ને કર્યું એલાન

હાઇકોર્ટે સુઓમોટો પિટિશન પર કોરોના(Corona) સંક્રમણના મુદાનો ચુકાદો આપ્યો છે . જેમાં ગુજરાત  હાઇકોર્ટે(Gujarat Highcourt) એ કહ્યું છે કે કોરોનાની આવનારી ત્રીજી લહેર માટે ગુજરાત સરકાર તૈનાત રહે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે, પરંતુ આજે પણ હજુ ઘણું કરવાની જરૂરિયાત છે.

ઉપરાંત કોરોના વાયરસ ના નવા વેરીયન્ટ થી બચવા લોકને જાગૃકતા આપવી જરૂરી છે. બેઝીક તકેદારી જેવી કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું  સરકાર ચુસ્તપણે પાલન કરાવે તેવો કોર્ટે આગ્રહ કર્યો છે. તદુપરાંત હોસ્પિટલમાં બેડના આંકડા માટેની જવાબદારી નક્કી કરવા નિર્દેશ કર્યો છે. અને  નબળા વર્ગના લોકો માટે ઘેર ઘેર રસીકરણ શરૂ કરવા સરકારને સૂચન કર્યું છે.

બીજા ઘણા માર્મિક સૂચનો કોર્ટે કાર્ય હતા જેવા કે રાજયમાં ઓક્સિજન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત થાય તેમજ મેડિકલ સ્ટાફની કાયમી ભરતી બની સકે એટલી ઝડપથી પૂર્ણ કરવા ઉપર પણ ભાર મુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *