વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી, આ જ પૂર્ણીમા કે પૂનમને કેમ ગુરુને સમર્પિત કરવામાં આવી છે, શા માટે ગુરુપૂર્ણીમાં ઉજવવામાં આવે છે? મૂળભૂત રીતે, સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાંના જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે. વર્ષ દરમિયાન અમુક દિવસમાં, આપણા સાઘુ સંતોને અમુક ક્ષણે જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે, તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે, અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપ રૂપી ઝાડ પર જ્ઞાનના ફુલો સરળતાથી ખીલે છે.
પહેલા ના સમય મા ગુરુ પૂનમનો લોકો શક્ય હોય એટલો ઉપયોગ કરતા. સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનારા લોકો પૂર્ણીમાની રાત્રી ગુરુના સાનિધ્યામાં વિતાવતા. આખી રાત, ક્યાં ધ્યાન, તો ક્યાંક ભજન, તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા.
આ મહિનો કૃપાનો મહિનો છે. કૃપા જીવન રૂપી ખેતરમાં ખાતર સમાન છે, મનુષ્ય પોતાના અસ્તિત્વ, ક્ષમતા, સ્વ અને અન્ય શક્યતાના બીજા પરિમાણો પામી શકે છે. આથી કૃપાનો સદ્ ઉપયોગ કરવો. કૃપા મેળવવા અમારે શું કરવું જોઈએ? કાંઈ નથી કરવાનું, જેટલું ઓછું તમે તમારા સ્વ સાથે રહેશો, તમે એટલા તમારા સ્વથી બહાર આવી શકો છો, એટલા તમે કૃપા માટે ઉપલબ્ધ રહો છો.
જે લોકો આધ્યાત્મના માર્ગ પર છે, તેઓ માટે ગુરુ પૂર્ણિમા વર્ષનો સૌથી મોટો દિવસ છે. કારણ કે આ દિવસે તેઓ આદિગુરુની કૃપા કે, અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે.