વજુભાઈ એ સીએમ રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કરતા બોલ્ય કે- હાલના મુખ્ય પ્રધાન એ જે કામગીરી કરી છે તે પ્રસંશા ને પાત્ર છે.
વજુભાઈ વાળા(Vajubhai Vala) અત્યાર સુધી કર્ણાટકના રાજ્યપાલના પદને સંભાળતા હતા અને હવે નિવૃત્ત થયા બાદ ગુજરાતના રાજકારણમાં ફરીથી સક્રિય થયા છે. તેમણે કહ્યું કે પાર્ટી જે કહેશે તે કામ કરશે. તેમણે ગુજરાતના સી. એમ વિજય રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કર્યા, કહ્યું કે- હાલના મુખ્યપ્રધાને જે કામગીરી કરી છે તે ખૂબ પ્રસંશનીય છે. પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈ અને તેના વિરોધ વિશે પૂછતા તેમણે કહ્યું કે- વિરોધ તો ભગવાન રામનો પણ થયો હતો. અને વિરોધ તો થયા રાખે. પેટ્રોલ-ડીઝલના ભાવ આમ પણ કેન્દ્રનો વિષય છે