SEBIએ તેના છેલ્લા સ્ટેટમેન્ટ મા જણાવ્યું છે કે આવનાર 1 ઓક્ટોબરથી નવું ટ્રેડિંગ અને ડીમેટ ખાતું ખોલનાર વ્યક્તિને નોમિનેશન અને ડીક્લેરેશન ફોર્મનો વિકલ્પ મળશે. તેમજ હાલના ડીમેટ ખાતાધારકોએ 31 માર્ચ 2022 સુધીમાં નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે.
નવા ટ્રેડિંગ અને ડીમેટ ખાતા ખોલાવનારા લોકો માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેટલાક નિયમોમાં ચેન્જ કર્યા છે. ખાતું ખોલતાં પહેલાં નોમિનેશન ફોર્મ ભરવું પડશે. આ પ્રક્રિયા દ્વારા રોકાણકાર કોઈને પણ નોમિની બનાવી શકે છે. જો તેઓ નોમિની નથી ઇચ્છતા તો તેમણે તેના બદલે ઘોષણાપત્ર ભરવું પડશે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. હાલના ડીમેટ ખાતાધારકોએ 31 માર્ચ 2022 સુધીમાં નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન અથવા ડીક્લેરેશન ફોર્મ નહિ ભરનારનું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.
કોરોનામા ખાતા ધારકો નો થયો વધારો
છેલ્લા 2 વષૅ દરમિયાન શેર બજારમાં લોકોને રોકાણનો ટ્રેડ ઘણો વધી ગયો છે. તેના કારણ એ છેલ્લાં બે વર્ષ દરમિયાન દેશમાં ડીમેટ ખાતું ખોલનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સેબી નિયમોને વધુ પારદર્શક બનાવવામાં લાગ્યું છે.