સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં જ ચુકાદો લાવી દીધો છે. સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે પોતે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
હત્યા બાદ પીઆઇએ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી ગામમાં લઇ ગયા હતા. જયાં એક હોટેલની પાછળ લાશને સળગાવી દીધી હતી. કિરીટ સિંહે બાફી દેતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રાત્રે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહ સામે પોલીસે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવાની તજવીજ કરી હતી. જ્યાં પીઆઇ દેસાઇ ફરજ બજાવતા હતા, ત્યાં જ આરોપી બન્યા હતા.
- સ્વીટી ગુમ થઈ તે રાત્રે પી. આઇ પોતાની કાર રાતના એક વાગે રીવર્સ કરી બંગલામાં દાખલ કરે છે તે CCTVમાં નજરે પડ્યુ હતુ.
- PI નો કોલ રેકોર્ડ જોતા તે રાતના એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કરે છે અને તેની કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ તેમની કાર કરજણ ટોલનાકા પર દેખાઈ હતી.
- કોંગ્રેસ અગ્રણી કરીટસિંહ જાડેજાને અજય દેસાઈ મળવા માટે તેની હોટલ પર જાય છે પણ હોટલના સીસીટીવી ફુટેજ તે જ દિવસના રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. જેણે પોલીસને શંકા ઉપજાવી હતી.
- હત્યાના બીજા દિવસે PIનું મોબાઈલ લોકેશન અઢી કલાક અટાલીમાં મળ્યું જ્યાંથી પોલીસને માનવ અસ્થિ મળ્યા, આ જગ્યા હોટલ માલિક કીરીટસિંહ જાડેજાની હતી.
- અમદાવાદ ક્રાઈમની તપાસમાં પી. આઈના ઘરના બાથરૂમમાંથી લોહીના નમુના મળ્યા, કીરીટસિંહની ઘનિષ્ઠ પુછતાછ કરતાં તેણે હત્યાની થીયરીને સમર્થન આપ્યું, ક્રાઈમ બ્રાન્ચે પી.આઈ દેસાઈની ક્રોસ પુછપરછ કરતાં આખરે તેણે હત્યા કરી કીરીટસિંહની મદદથી લાશ સળગાવી દિધી હોવાની કબુલાત કરી.
મળતી માહિતી અનુસાર સ્વીટી પટેલની સાથે અજય દેસાઈએ 2016માં એક મંદિરમાં લગ્ન કર્યા હતા. એ પછી 2017માં અન્ય એક યુવતી લિવ ઈનમાં રહેતો હતો. આ મામલે સ્વીટીને જાણ થતા બંને વચ્ચે તકરાર ચાલતી હતી. બંને પત્નીઓને સાથે રાખવી કોઈ કાળે શકય ના હોય, તેથી આરોપી અજય દેસાઈએ સ્વીટી પટેલની ગળેટુંપો દઈ ને હત્યા કરી દીધી હતી.