UNESCO: કચ્છ ના ધોળાવીરા ને મળયું વર્લ્ડ હેરિટેઝ સાઈટ મા સ્થાન, કેન્દ્રીય પર્યટન પ્રધાન એ પાથવી શુભેચ્છા

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર મા જણાવ્યું હતું કે,હડપ્પા સિટી તરીકે ઓળખાતા ધોળાવીરાને યુનેસ્કો વડે ર્વલ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કુતિ અને વારસાને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવતું પ્રોત્સાહનનું આ પરિણામ છે.

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં(World heritage Site) સ્થાન મળતા ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતને વેગ મળશે.

અત્યાર સુધીમાં ગુજરાત ની રાણકીવાવ,ચાંપાનેર અને અમદાવાદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે. ત્યારબાદ હવે ધોળાવીરાને (Dholavira) પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે.

ધોળાવીરા ગુજરાત રાજ્યના કચ્છમાં આવેલ છે અને ધોળાવીરાએ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનુ નગર છે. તે મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.સ્થાનિક નાગરિકો ધોળાવીરાને કોટડાટીંબા તરીકે ઓળખે છે.

આ અંગે હર્ષ ની લાગણી અનુભવતા કેન્દ્રીય પર્યટન પ્રધાન જી.કે. રાયદે જણાવ્યું હતું કે, કચ્છના રણમાં આવેલા હડપ્પા શહેર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, ભારતની 40 સાઇટ્સને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સૂચિમાં શામેલ કરવામાં આવી છે.1978 થી દર વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *