કર્ણાટક રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાનો બે વર્ષનો કાર્યકાળ પૂરો થતાં ની સાથે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.ત્યારે હવે કર્ણાટકના નવા મુખ્યમંત્રી ના પદ માટે બાસવરાજ બોમ્માઇની ચૂંટણી કરવામાં આવી છે. આજે 28 જુલાઈએ સવારે 11 કલાકે તેઓ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના હતા.
પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ સોમવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેના એક દિવસ બાદ નવા મુખ્યમંત્રી તરીકે બાસવરાજ બોમ્માઇની (Basavaraj bommai)જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. જણાવવું રહ્યું કે,હાલમાં તેઓ કર્ણાટકના ગૃહ પ્રધાન તરીકોનો કાર્યભાર સંભાળી રહ્યા છે.બાસવરાજએ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તે યેદિયુરપ્પાના નજીકના માનવામાં આવી રહ્યા છે.
બસાવરાજે યેદીયુરપ્પાની સરકારમાં અત્યાર સુધી ગૃહ, કાયદો, સંસદીય બાબતો અને કાયદાકીય બાબતોના વિભાગોનો કાર્યભાળ સંભાળી રહ્યા હતા.આ ઉપરાંત યેદિયુરપ્પાની સરકારમાં બોમ્માઈને શરૂઆતમાં ગૃહ મંત્રાલયનો (Home Minister) હવાલો પણ સોંપવામાં આવ્યો હતો અને બાદમાં કેટલાક મહિના પહેલા કેબિનેટ (Cabinet) ફેરબદલમાં તેમને કાયદા, સંસદીય બાબતો અને વિધાનસભા(Assembly) બાબતોના મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી.