જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટયુ , અનેક પુલ વહી ગયા

ભારત ના જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કિશ્તવાડમાં વાદળ ફાટવાની (Kishtwar Couldburst) ઘટના ઘટતા 4 મ લોકોના મોત થયા છે. મળતી જાણકારી મુજબ, કિશ્તવાડ (Kishtwar Rains) જિલ્લાના હોનજર વિસ્તારમાં આ દુર્ઘટના બની. બુધવાર વહેલી પરોઢે  વાદળ ફાટવાથી 6-8 ઘર તેની ઝપટમાં આવી ગયા. વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય (Kishtwar Rescue Operation) માટે સેના, પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટના ડચ્ચનના એવા વિસ્તારમાં બની છે જ્યાં રોડ નથી. આ દુર્ઘટનામાં 6-8 ઘરો સહિત રાશનનો ડેપોને પણ નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટના બાદ અનેક લોકો ગુમ થયા છે. તેમાંથી અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

 

બીજી તરફ, વાદળ ફાટવાથી કિશ્તવાડના આસપાસના વિસ્તારોમાં ચાર પુલ વહી ગયા છે. બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, કિશ્તવાડમાં વાદળ ફાટવાના સંબંધમાં મેં જમ્મુ-કાશ્મીરના LG અને DGP સાથે વાત કરી છે. SDRF, સેના અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગી ગયા છે. NDRF પણ ત્યાં પહોંચી રહી છે. વધુમાં વધુ લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા છે. શોકાતુર પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.

ઉપરાંત ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ કહ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ અને કિશ્તવાડ જિલ્લા પ્રશાસન સાથે વાત કરી છે. લોકોના બચાવ અને ગુમ લોકોની શોધખોળ કરવા માટે સેના અને SDRFની ટીમ યુદ્ધસ્તર પર કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *