મોદી અને શાહ નો વર્ચ્યુઅલ શો : ત્રીજીએ મોદી અન્નોત્સવ, 7મીએ શાહ વતનપ્રેમ યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે

અમદાવાદ : રૂપાણી સરકારના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવા થઇ રહ્યા છે જેની ઉજવણી કરવા સરકારે પૂરજોશમાં તૈયારીઓ કરી છે. આ અવસરે જનકલ્યાણ અને લોકહિતના કાર્યક્રમો આયોજિત કરાયા છે. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જોકે, સરકારની પાંચ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સહભાગી બનશે. તા.3જી ઓગષ્ટે રાજ્યની 17 હજાર પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર પરથી અન્નોત્સવ અને તા.7મીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવતર યોજના વતનપ્રેમનો વર્ચ્યુઅલી જોડાઇને પ્રારંભ કરાવશે.

રૂપાણી સરકારે પાંચ વર્ષ સફળ રીતે પૂર્ણ  કર્યા છે ત્યારે ઉજવણીના ભાગરૂપે જનહિત અને જનકલ્યાણના કામોની અલગ યાદી તૈયાર કરાઇ છે તે મુજબ તા.1 ઓગષ્ટથી તા.9મી ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમ આયોજિત કરાયા છે.

મહાત્મા મંદિરથી કાર્યક્રમથી શરૂઆત થશે. તા.1લી ઓગષ્ટે જ્ઞાાનશક્તિ દિવસની ઊજવણી અન્વયે શિક્ષણના વિકાસકાર્યો માટે રૂા.323 કરોડની સહાય કરવામાં આવનાર છે. તા.2જી ઓગષ્ટે સંવેદના દિવસ તરીકે ઉજવણી કરાશે જેમાં 4941 નિરાધાર બાળકોને રૂા.1.18 કરોડની સહાય કરવા આયોજન કરાયુ છે.

3 જી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નોત્સવનો પ્રારંભ કરાવી ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાશે. 5મી ઓગષ્ટે કિસાન દિવસે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 3025 ખેડૂતોને રૂા.5.18 કરોડની સહાય કરવા નક્કી કરાયુ છે. આ જ દિવસે 1400 ગામોના 1.10લાખ ખેડૂતોને દિવસે વિજળી આપવા પણ આયોજન કરાયુ છે.

4થી ઓગષ્ટે રાજ્યના 10 હજાર સખી મંડળોની એક લાખ બહેનોને વિના વ્યાજે રૂા.100 કરોડ સહાય આપવામાં આવશે. સાથે સાથે 50 હજાર યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારીના નિમણૂંક પત્રો પણ અપાશે. 6 ઠ્ઠી ઓગષ્ટે રોજગાર દિવસે યુવાઓને નિમણૂંક પત્ર આપવા કાર્યક્રમ આયોજિત કરાયા છે.

7મી ઓગષ્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રૂા.3906 કરોડના વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાપર્ણ અને ખાતમુહ્રૂત કરનાર છે. આ જ દિવસે હિંમતનગરમાં 100 ટકા રસીકરણ થયેલાં ગામોના સરપંચોનુ બહુમાન કરવામાં આવશે. તા.8 અને તા.9મી ઓગષ્ટે શહેરી વિસ્તારોમાં વિવિધ કામોના લોકાપર્ણ અને શુભારંભ કરાવાશે.વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિજાતી તાલુકાઓમાં રૂા.817 કરોડના કામો શરૂ કરાશે.

રૂપાણી સરકારની ઉજવણીનો કાર્યક્રમ

તા.1 ઓગષ્ટ જ્ઞાનશક્તિ દિવસ

તા.2 ઓગષ્ટ સંવેદના દિવસ

તા.3 ઓગષ્ટ અન્નોત્સવ દિવસ

તા.4 ઓગષ્ટ  નારી ગૌરવ દિવસ

તા.5 ઓગષ્ટ  કિસાન સન્માન દિવસ

તા.6 ઓગષ્ટ રોજગાર દિવસ

તા.7 ઓગષ્ટ વિકાસ દિવસ

તા.8 ઓગષ્ટ શહેરી જનસુખાકારી દિવસ

તા.9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *