AMC સભા માં હોબાળો: કોંગ્રેસના શહેઝાદખાન પઠાણ ના નિવેદન થી ભડક્યું ભાજપ

AMC- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભા આજે શુક્રવારે  પાલડી ટાગોર હોલમાં મળી હતી. ટાગોર હોલમાં મળેલી સભા શરૂઆતમાં ટો બરાબર ચાલી હતી. પહેલા ઈસનપુરના કોર્પોરેટર ગૌતમ પટેલના દુઃખદ અવસાનને લઇ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ  શરૂ થયેલા ઝીરો અવર્સમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ પોતાની રજૂઆત કરી હતી. હજુ તેઓ ની વાત ચાલતી હતી એટલા સમય માં  થોડી શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર એવા શહેઝાદખાન પઠાણે ‘રેમડેસિવિર ચોરો કો બંધ કરાઓ’ કહેતા જ ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

BJP ના દંડક અરુણસિંહ રાજપુતે એ પછી માગ કરી હતી કે, શહેઝાદખાન પઠાણે અમારા નેતાને ચોર કહ્યા છે. જેથી જ્યાં સુધી માફી  માગવામાં નઈ આવે ત્યાં સુધી આ બોર્ડ નહીં ચલાવવા દેવામાં આવે. શહેઝાદખાને કહ્યું હતું કે ભાજપ ચોર છે; વેન્ટિલેટર ચોર અને રેમડેસિવિર ચોર છે. આથી ભાજપના સભ્યોએ હોબાળો કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામ સામે આવી ગયા હતા. બંને પક્ષના  સભ્યોએ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

મેયર શ્રી એવા કિરીટ પરમારે તમામ સભ્યોને બેસી જવા કહયું હતું  છતાં સભ્યોએ સાંભળ્યું ના સાંભળ્યું કરી, બેસવાની જગ્યાએ હોબાળો ચાલુ જ રાખતા આખરે એજન્ડાના તમામ કામોને મંજૂર કરી દીધા હતા. અને પછી બોર્ડને બરખાસ્ત કરી દેવામાં આવ્યું  હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *