ગુજરાત માં ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર, ૧૦૦% પરિણામ આવતા વિદ્યાર્થીઓ ઉમંગ માં

આજે ગુજરાતમાં (Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું (GSEB 12th commerce result) ઓનલાઇન પરિણામ ( GSEB HSC Result) જાહેર થયું છે. કોરોના વૈસ્વિક મહામારી ના લઇ ને સૌ પ્રથમ વાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે 8 કલાકથી પરિણામ બોર્ડની વેબ સાઇટ (gseb.org) પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી આપશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે એક પછી એક બોલાવીને આપશે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 129781, C2 ગ્રેડમાં 108299, D2 ગ્રેડમાં 28690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ પરિણામ માટે  ધોરણ 10ના પરિણામના 50 %, 11માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્કસ  લેવાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થીઓ અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. જે મુજબ જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આપવામાં  આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *