મુંબઈ ના પૂર્વ કમિશનર એવા પરમબીરસિંહ સામે છેતરપીંડી ઉપરાંત IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ

મહારાષ્ટ્ર ના  મુંબઈ  શહેર ના પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) પર તલવાર મંડરાઈ રહી છે. થાણેમાં પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી એફઆઈઆર (FIR) કરવામાં આવી છે. પરમબીર સિંહ સહિત 28 લોકો સામે ખંડણી, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. દાખલ થયેલ એફઆઈઆરમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા (Encounter Specialist), ડીસીપી દીપક દેવરાજ, એનટી કદમ અને રાજકુમાર કોથમિરે સહિત 28 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

તદુપરાંત અકબર પઠાણ પરાગ મનરે બાદ હવે ડીસીપી દીપક દેવરાજ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી FIR બુકી કેતન તન્ના અને સોનુ જાલાન ની ફરિયાદ પર નોંધવામાં આવી છે.  એવો આરોપ છે કે પોલીસે ગેંગસ્ટર રવિ સાથે મળીને બનાવટી કેસ કર્યો હતો. આ પછી, કેતન તન્ના પાસેથી 1 કરોડ 25 લાખ રૂપિયા, સોનુ જાલાન પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા અને કિરણ માલા પાસેથી 1 કરોડ 50 લાખ રૂપિયા લઇ કાર્યવાહી કરવામાં ન આવ્યા અને આરોપીઓની યાદીમાંથી નામ કાઢી નાખ્યા.

ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ પર કરોડો વસૂલવાના આરોપી એવા આ કેસમાં  રિયાઝ ભાટીનું નિવેદન પણ નોંધાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય પુનમિયાએ પરમબીર સિંહ મારફતે આરોપીઓની યાદીમાંથી નામ દૂર નહીં કરવાનું વચન આપીને તેમની પાસેથી દોઢ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. રિયાઝ ભાટીએ દાવો કર્યો હતો કે સંજય પુનમીયા એ તેમની સામે ફોન પર પરમબીર સિંહ સાથે વાત કરી હતી.

ચાલુ મહિનામાં જ પરમબીર સિંહ સામે આ ત્રીજી એફઆઈઆર પણ નોંધાઈ હતી. હવે તેની સામે ચોથી FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. ડીસીપી કક્ષાના અધિકારીને આ તપાસ ટીમના વડા બનાવવામાં આવ્યા છે.

એસીપી કક્ષાના અધિકારીને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. એટલું જ નહીં, આ જ ટીમ ફરિયાદ નોંધાવનાર શ્યામસુંદર અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં MCOCA હેઠળ નોંધાયેલા કેસની પણ તપાસ કરશે. અગ્રવાલ ઉપર છોટા શકીલ સાથે સંબંધ હોવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *