ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરના પાસ પર વંદના કટારિયાએ કર્યો હતો જેનાથી ભારત 1-0થી આગળ થઈ ગયું હતું. આ પહેલાં ક્વાર્ટર ફાઇનલ પૂર્ણ થતાં પહેલાં સાઉથ આફ્રિકાની ટીમે ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. મેચની બીજી ક્વાર્ટર ફાઈનલમાં વંદનાએ એક ગોલ કરીને ટીમને ફરીથી 2-1થી આગળ કરી દીધી.
ભારતીય મહિલા હોકી ટીમ પોતાના ગ્રુપની છેલ્લી મેચ જીતવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકા સાથે થયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 4-3થી વિજય મેળવ્યો અને ટોક્યો ઓલમ્પિકમાં બીજો વિજય મેળવ્યો. ભારત તરફથી વંદના કટારિયાએ સૌથી વધુ 3 ગોલ કર્યા હતા .આ વિજય સાથે જ ભારતીય ટીમ ગ્રુપ એમાં ચોથા સ્થાને છે અને તેની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે.
ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે. આ ભારત માટે એક ખુબ જ ગૌરવની વાત છે.