ઇન્ડિયા માં Boat Airdopes 501 ANC થયાં લોંચ , શું છે એમાં ખાસ? જાણો વિગતવાર માહિતી

Boatએ તેના Airdopes 501 ANC TWSને ૨૮ જુલાઈ, ૨૦૨૧ ના રોજ  લોન્ચ કર્યા છે . આ airdopes માં ઘણીબધી સારી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. દેખાવ માં પણ આકર્ષક અને યુઝ કરવામાં પણ ખુબ જ કમ્ફર્ટેબલ છે. Boat Airdopesના લોન્ચિંગ દરમિયાન તેના કો-ફાઉન્ડર એવા સમીર મહેતાએ કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ Airdopesમાં લેટેસ્ટ અને બેસ્ટ ફીચરની સુવિધા આપવામાં આવી છે. આ Airdopes સ્ટાઈલિશ, કમ્ફર્ટેબલ છે તથા બજેટ ફ્રેન્ડલી છે.”

આ Airdopesમાં બ્લૂટૂથ v5.2, ENx અને લો ઓડિયો લેટેન્સી માટે BEASTની સુવિધા પણ આપી છે. Airdopes 501 ANC માં ASAP ચાર્જની સુવિધા પણ આપવામાં આવી છે. તમે Amazon અને Boatની ઓફિશિયલ વેબસાઈટ પરથી Boat Airdopes 501 ANCને રૂ. 2,499માં ખરીદી શકો છો. આ Airdopesમાં ઓડિયો વિઅરેબ્લસની એક વર્ષની ઈન્ડસ્ટ્રી વોરંટી પણ આપવામાં આવે છે.

આ  Boat Airdopes 501 ANCમાં 30dB સુધીની હાઈબ્રિડ એક્ટિવ નોઈસ કેન્સલેશન (ANC)ની સુવિધા આપવામાં આવી છે, જે આસપાસથી આવતા વધારાના અવાજને દૂર રાખે છે. ક્લિઅર કોલિંગ કરી શકાય તે માટે દરેક બડમાં ENx ટેકનોલોજી સાથે ડ્યુઅલ માઈક્રોફોનની સુવિધા પણ આપવામાં આવી છે. મીડિયા પ્લેબેક દરમિયાન એમ્બિયન્ટ મોડના કારણે બેકગ્રાઉન્ડનો અવાજ ટ્રાન્સપરન્ટ બને છે.

Boat Airdopes 501 ANCમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવી છે, જેને BEAST  એટલે કે (Bionic Engine And Sonic Technology) કહેવામાં આવે છે. આ એક લૉ લેટેન્સી ડીકોડર છે, જે ઓડિયો અને વિડીયોને sync માં રાખવા માટે ટ્રાન્સમિશન લેટેન્સી ને ઓછી કરે છે. બ્લૂટૂથ v5.2 લેગ-ફ્રી કનેક્શન સેટ કરે છે. Airdopes ઈયર ડિટેક્શન કરવાનું કામ કરે છે, જ્યારે પણ Airdopes પહેર્યા હોય કે નહીં, મ્યુઝીક ઓટોમેટીકલી પ્લે થાય છે અને બંધ થાય છે. Airdopes 501 ANCમાં 8mm લાર્જ ડ્રાઈવરની સુવિધા આપવામાં આવી છે, જે બોટનો સિગ્નેચર સાઉન્ડ પ્રદાન કરે છે.

તમને જાણી ને નવાઈ લાગશે, આ airdopes ને  5 કલાક ચાર્જ કર્યા બાદ આ તેની બેટરી 28 કલાક સુધી ચાલે છે! જયારે 5 મિનિટ ચાર્જ કાર્ય બાદ Airdopesની બેટરી એક કલાક સુધી ચાલી શકે છે! Airdopes 501 ANCમાં ટાઈપ C કનેક્ટર, ધૂળ અને પરસેવાની અસર ન થાય તે માટે IPX4 રેટિંગ, પ્લે બેક માટે ટચ કન્ટ્રોલ, કોલ અને વોઈસ આસિસ્ટન્ટની સુવિધા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *