અમદાવાદ શહેરમાં (Ahmedabad) ઠેર-ઠેર મેટ્રો ટ્રેનની (Metro rail) ધીમી ગતિએ ચાલી રહેલા કામના કારણે લોકોને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટના (Metro Rail Project) કામને કારણે શહેરનો જીવરાજ બ્રિજ (Jivraj Bridge) 7 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મેટ્રો રેલની કામગીરી પગલે બ્રિજ 1થી 7 ઓગસ્ટ સુધી બંધ રહેવાનો છે. ત્યારે લોકોને આ કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મેટ્રો રેલની કામગીરી પગલે અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ સુધીનો બ્રિજ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાતા વાહનવ્યવહારને વેજલપુર તથા ધરણીધર તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલા દિવસે મોટાભાગનાં લોકોને આ અંગેની જાણ ન રહેતા ઘણી સમસ્યા ઉભી થઇ રહી છે.
બીજા રસ્તા
જીવરાજ બ્રિજને બદલે લોકોએ બીજા માર્ગો નો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળીયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુથી વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી જમણી તરફ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ પર જીવરાજ બ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ આવન જાવન કરી શકાશે.
તથા શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણીબાજુએ વળીને શ્રેયસ બ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણીબાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રિજને સમાંચર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે