ભારત દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની હેઠળ ટેલિકોમ ક્ષેત્રથી લઈ તેલ સુધી કારોબાર કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL), 2021 ની ફોર્ચ્યુન ગ્લોબલ 500(Fortune Global 500 list) યાદીમાં 59 સ્થાનથી સરકીને 155 મા સ્થાને પહોંચી ગઈ છે. કહેવાય છે કે કોવિડ -19 રોગચાળા(COVID-19 pandemic)ને કારણે આવક ખરાબ રીતે પ્રભાવિત થવાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેન્કિંગમાં મોટો ઘટાડો થયો છે. 2017 પછી રિલાયન્સની આ સૌથી નીચી રેન્કિંગ છે.
ફોર્ચ્યુનની યાદીમાં આજે પણ 524 અબજ ડોલરની આવક સાથે વોલમાર્ટ(Walmart) પ્રથમ સ્થાને છે. 384 અબજ ડોલર સાથે ચીનની સ્ટેટ ગ્રીડ(State Grid) બીજા ક્રમે છે.બીજી તરફ એમેઝોન(Amazon) 280 અબજ ડોલરની આવક સાથે ત્રીજા સ્થાને છે. ચાઇના નેશનલ પેટ્રોલિયમ(China National Petroleum) ચોથા સ્થાને છે અને સિનોપેક ગ્રુપ(Sinopec Group) પાંચમા સ્થાને છે.
જાણીતું છે કે વૈશ્વિક માંગને અસર કરનાર રોગચાળાને કારણે રિલાયન્સની કમાણીમાં ઘટાડો થયો છે પરિણામે 2020 ના બીજા ક્વાર્ટરમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ કારણે રિલાયન્સની આવક 25.3 ટકા ઘટીને 63 અબજ ડોલર થઈ ગઈ હતી. યાદીમાં સમાવિષ્ટ ભારતની અન્ય પેટ્રોલિયમ કંપનીઓની રેન્કિંગ પણ ઘણા નીચે આવીગયા છે.
કોરોના રોગચાળાને કારણે રિલાયન્સની કમાણીમાં ઘટાડો થયો છે પરિણામે 2020 ના બીજા ક્વાર્ટરમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ કારણે રિલાયન્સની આવક 25.3 ટકા ઘટીને 63 અબજ ડોલર થઈ ગઈ હતી.