ભારતીય ફોટો જર્નાલિસ્ટ (Photo Journalist)દાનિશ સિદ્દીકી(Danish Siddiqui) ની હત્યાને જયારે હવે બે અઠવાડિયા થઈ ગયા છે. ત્યારે, હવે સિદ્દીકીના મૃતદેહના ફોટોગ્રાફ્સ અને એક્સ-રેની સાથે તેના મેડિકલ રિપોર્ટમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જાણીતું છે કે અફઘાનિસ્તાનમાં યુદ્ધના સમાચાર વખતે દાનિશ ની તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી હતી
મળેલી માહિતી થી પુષ્ટિ થઈ છે કે, દાનિશની ( Danish)નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા બાદ તેના મૃતદેહને નિર્દયતાથી ખેંચવામાં આવ્યો હતો. અને બાદમાં તેને ભારે વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. એક મિડીયામાં દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui) હત્યાને લઈને અફઘાન અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત માહિતી આપવામાં આવી છે. તેમના અનુસાર અફઘાન ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, 12 ગોળીઓ દાનિશના શરીર પર વાગી હતી. નાના બુલેટ એન્ટ્રી પોઇન્ટ અને અનેક ઘા તેના શરીરમાં જોવા મળ્યા હતા. તેમને લાગેલી ગોળીઓ ધડ અને શરીરના પાછળના ભાગે વાગી.
તેમણે વધુમાં જણાવ્યું કે, દાનિશના શરીર પર ખેંચવાના નિશાન પણ મળી આવ્યા છે. હત્યા બાદ તાલિબાનોએ મૃતદેહને ક્રુર રીતે ખેંછ્યો હતો.ઉપરાંત હત્યા બાદ દાનિશનું માથું અને છાતી ભારે વાહન દ્વારા ઘણી વખત કચડી નાખવામાં આવી હતી.
એક જાણકારી અનુસાર, દાનિશ અફઘાન દળો સાથે રહીને રિપોર્ટિંગ (Reporting) કરતો હોવાથી તાલિબાન હેડક્વાર્ટરએ દાનિશની હત્યાનો આદેશ આપ્યો. અને બાદમાં એક એસયુવી દ્વારા તેમના શરીરને કચડી નાખવામાં આવ્યું. દાનિશને 12 ગોળીઓ વાગી હતી અને તેને મસ્જિદની બહાર ખેંચવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું બુલેટ પ્રૂફ (Bullet Proof) જેકેટ પણ કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. હાલ માં દાનિશની હત્યા બાદ ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.