ટોક્યો એટ ગ્લાન્સ: ઓલિમ્પિક અપડેટ પર એક નજર

ભારતીય મહિલા રમતવીરે જ બાજી મારી, લાવ્યા ત્રીજો મેડલ: ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો: લવલીનાએ સેમિફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર બુસ્નાઝ ને હાર આપી છે. લવલીના ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત માટે મેડલ જીતનારી ત્રીજી બોક્સર છે.

દીપક પહોંચ્યા સેમીફાઇનલમાં, ચીની પહેલવાનને હરાવ્યો: દીપકે ક્વાર્ટરફાઇનલમાં ચીનના પહેલવાન જુશેન લિનને 6-3 મ્હાત આપી છે. જો કે આ મુકાબલામાં દીપકને ચીની ખેલાડીએ જોરદાર ટક્કર આપી હતી પરંતુ ભારતીય પહેલવાને છેલ્લી 10 સેકન્ડમાં બાજી પોતાના નામે કરી.

કુસ્તીબાજ રવિ કુમાર સેમીફાઇનલમાં: બોક્સર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર,ટિગરેરોસ ઉરબાનોને માતઆપી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *