નારણપુરામાં બનશે અધ્યતનસુવિધાઓ થી ભરપુર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

અમદાવાદ નારણપુરા:  અમદાવાદ શહેરને હવે સ્પોર્ટ્સ સિટી તરીકે જાહેર કરે તો પણ અચરજ નઈ કારણ કે  વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. તો હવે વળી નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનો રહેશે.

ભવ્ય પાર્કિંગ પ્લોટ:
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં  એક્વાટિક કોમ્પ્લેક્સ માં  સ્વિમિંગ પૂલ, ડાઇવિંગ પૂલ, આર્ટિસ્ટિક અને વોટર પોલોનો સમાવેશ થાય છે. ઉપરાંત અહી 1500 પ્રેક્ષકો ની ગેલરી પણ બનશે.

સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં  2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ અને 8 બેડમિન્ટન કોર્ટ (ઇન્ટરનેશનલ) તથા 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ,  4 રેસલિંગ અને 12 ટેબલ ટેનિસ મેચ રમાશે. તદુપરાંત ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર પણ ખડું કરાશે. બીજી પણ ઘણી સુવિધાઓ જેમ કે  ચેન્જ રૂમ, લોકર ઈક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ, કોચ માટે 8 ડબલ રૂમ, ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ, 150 કોર્પોરેટ લોકો બેસી શકે તેવો ડાઇનિંગ હોલ વગેરે ઉપલબ્ધ હશે.

ઇન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેના માં પણ વિધવિધ પ્રકારની રમત રમી શકાય એવી યોજના ઘડવા માં આવી છે. જેમાં  80 મીટર × 40 મીટરનો હોલ (એક સમયે એક રમત), 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ, ટેકવાન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે મલ્ટીપર્પઝ હોલ, વોર્મ અપ એરિયા, ખેલાડીઓ, કોચ, રેફરી અને વીઆઇપી માટે લોન્જ, સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, સેન્ટ્રલ એડમિન ઓફિસ, ડોપિંગ એરિયા, મીડિયા રૂમ, કોલ રૂમ, તથા ઓપરેશન સુવિધા નો સમાવેશ થાય છે.

ફિટ ઈન્ડિયા ઝોન માં સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા, સ્કેટિંગ રિંગ, કબડ્ડી , ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન, જોગિંગ ટ્રેક ને આવરી લેવામાં આવ્યા છે.

 આઉટડોર સ્પોર્ટ્સ એરિયા માં  6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટ બોલ અને વોલીબોલ કોર્ટ બનાવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *