બનાસકાંઠાના ડીસા માં ૩.૭ કિમી લાંબા એલિવેટેડ બ્રિજનું કાલે લોકાર્પણ

ગુજરાત ના બનાસકાંઠા જીલ્લા માં (Banaskatha) ડીસા (Deesa) શહેરની વચ્ચે રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (Longest Elevated Bridge) તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને લગભગ 225 કરડો રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ખાસ જહેમત કરીને નિર્માણ કરવામાં આવ્યો છે જેથી અકસ્માતો નિવારી શકાય. બ્રિજનું આવતીકાલે 7મી ઑગસ્ટ શનિવાર ના રોજ ઇ-લોકાર્પણ થશે.

તેની ખાસિયત ઘણી છે જેમાં એક તેની લંબાઈ છે. કુલ 3.7 કિમી લાંબા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સીએમ વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઇ-લોકાર્પણ કરશે. આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -27 પરથી પસાર પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અગાઉ ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવો બની ગઈ હતી. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને કલાકો ટ્રાફિકમાં ફસાઈ જવાનો વલારો આવતો હતો. ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. ઉપરાંત અનેક ખેત જણસનું બજાર છે જેથી મોટી સંખ્યામાં અહીંયા માલવાહક વાહનોની આવ-જા થતી રહેતી હોય છે.

(NHAI) નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.225 કરોડના ખર્ચે ફક્ત 2 વર્ષમાં તૈયાર કરાયેલા 3.750 કિલોમીટર લાંબા આ કોરીડોરમાં ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 4 લેન ઉપર અને 4 લેન નીચે તેમજ 2 લેનવાળા બંને તરફ સર્વિસ રોડ બનાવાયાં છે. કાલથી આ બ્રીજ નાગરિકો માટે ખુલ્લો મુકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *