એલપીજી સિલિન્ડર(LPG Cylinder) ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે કરી એક મહત્વની જાહેરાત

LPG Portability: એલપીજી સિલિન્ડર(lpg cylinder) ડિસ્ટ્રીબ્યુશનને લઈ ભારત સરકારે એક ખુબ જ  મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. જી હા, હવે  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે; જેનું નામ ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી(digital lpg portability) છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.

આ યોજના પ્રથમ તબક્કામાં ચંદીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પૂણે અને રાંચીમાં શરૂ થશે. ત્યારબાદ તે અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.

ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે

એલપીજી ગ્રાહકો ભારત બિલ પે સિસ્ટમ અથવા UMANG એપ્લિકેશન દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.

રામેશ્વર તેલી કે જેઓ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી છે તેઓ  એ સંસદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકને પોસાય તેવી ઉર્જાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક વિઝન નક્કી કર્યું છે. સરકારે હવે ગ્રાહકોને તેમના પસંદ અનુસાર સિલિન્ડર બુક કરવા માટે વિતરક પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એલપીજી ગ્રાહકો પોતાની મરજીથી કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એલપીજી રિફિલ કરી શકશે. હાલમાં, આ સુવિધા માત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ થશે તો તેને સમગ્ર દેશમાં અપનાવા માં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *