પાકિસ્તાનના ગણેશ મંદિરમાં તોડફોડ, 100-150 લોકો સામે FIR દર્જ

પાકિસ્તાન દેશના પોલીસ સ્ટાફ તરફથી 4 ઓગસ્ટ ને સાંજે 5 વાગ્યા ની આસપાસ આ FIR નોંધવામાં આવી છે. કેસની તપાસ ASIને આપવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમયારખાનમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ અને આગ લગાવવાના મામલે ભોંગ શરીફ પોલીસ તરફથી 100-150 અજ્ઞાત લોકો વિરૂદ્ધ અલગ-અલગ 6 કલમમાં FIR નોંધવામાં આવી છે. આજે આ મામલાની કોર્ટમાં સુનાવણી થશે.

હિંદુ પરિષદના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના પાકિસ્તાનના સદસ્યએ ટ્વીટ કરી જણાવ્યુ કે ગણેશ મંદિર પર હુમલા બાદ સમારકામ કરવાનુ કામ પણ શરૂ કરી દીધુ છે. સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વીતી ગયા બાદ FIR નોંધવામાં આવી છે. તમામ FIR અજાણ્યા લોકો વિરૂદ્ધ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ નામાંકિત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો નથી. જ્યારે વાયરલ વીડિયોમાં તોડફોડ કરનારના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અગાઉ ગુરૂવારે સાંજે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દોષીઓના વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

મંદિરમાં તોડફોડ અને આગ લગાવવાનો મામલો સામે આવ્યા બાદ ભારતે પણ નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે પાકિસ્તાન લઘુમતીઓની રક્ષા કરવામાં સમગ્ર રીતે વિફળ રહ્યુ છે. દરેક બાજુ ટીકા થયા બાદ છેલ્લે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ઘટનાની આકરી નિંદા કરી. પીએમ ઈમરાન ખાને કહ્યુ કે મામલામાં જે પણ દોષી છે તેની ધરપકડ કરવામાં આવશે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર ઘટના બુધવાર સાંજની છે, જ્યારે સાદિકાબાદ જિલ્લાના ભોંગ શરીફ ગામમાં લોકોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી.

મંદિરમાં તોડફોડનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થયો. હિંદુઓએ આ ઘટના બાદ ગુરૂવારે પ્રદર્શન કરતા વિરોધ નોંધવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે હિંદુ પરિષદના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના સદસ્ય સાથે મુલાકાત બાદ હસ્તક્ષેપ લેવાનો નિર્ણય લીધો. પંજાબના મુખ્ય સચિવ અને આઈજીને પણ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. નોંધ રહે કે અહી પાકિસ્તાન ના પંજાબ ની વાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *