નવસારી નજીક ટ્રેન ઉથલાવવાનું ઘડાયું કાવતરું

ગુજરાતના નવસારીમાં એક મોટા કાવતરાનો કેસ બહાર આવ્યો છે.  નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું જેને લઈ રેલ્વે પ્રસાશન દોડતું થયું છે અને રેલ્વે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી રેલવે ટ્રેક પર એંગલ મુકીને ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું જો કે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે

ટ્રેનના ડ્રાઈવરની સુઝબુઝ અને સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે, ટ્રેન બાજુના ટ્રેક પરથી પસાર થઈ ગઈ હતી ત્યારે ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરની નજર ટ્રેનના ટ્રેક પર પડતા એંગલ દેખાઈ આવી હતી. જે બાદ ડ્રાઈવરે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી જે બાદ મેમુ ટ્રેન પસાર થઈ તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવી હતી.

ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે નીચે ઉતરીને એંગલને સાઈડ ટ્રેક પર ખસેડી લીધા બાદ જ મેમુ ટ્રેન પસાર થાય તે માટે સ્ટેશન માસ્તરને ફરી જાણ કરવાનું કહ્યું હતું. દેખીતું  છે કે ટ્રેનના ડ્રાઈવરની આ કાળજીને લીધે મોટી જાનહાનિ ટળી છે. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત, હાલ તો સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કયા ઈરાદા થી આ કાવતરું રચવા માં આવ્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *