ભારત ના સપૂતો એવા જવાનો માટે ગુડન્યુઝ: હવે થશે ઓનલાઈન ટ્રાંસફર

ભારત ના  સુરક્ષા જવાનોની બદલી એ સુરક્ષા દલ માટે મોટી સમસ્યા છે. મોટી સંખ્યામાં ટ્રાંસફરથી જોડાયેલી અરજી રદ કરવામાં આવી રહી છે. જવાનોને પડતી આ પ્રકારની મુશ્કેલીઓને ધ્યાને રાખીને ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા દળોને કહ્યુ છે કે, તે હાર્ડ તથા સોફ્ટ પોસ્ટીંગની વચ્ચે રોટેશનલ ટ્રાંસફર નીતિનું કડકાઈ સાથે પાલન કરતા તમામ ટ્રાંસફર સોફ્ટવેર દ્વારા કરે. તેનાથી ટ્રાંસફરની પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

ગૃહમંત્રીની સૂચનાઓનો ઉલ્લેખ કરતા સુરક્ષા દળોને મોકલવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે ITBP, CISF અને SSB એ જાણ કરી છે કે તેમનું સોફ્ટવેર તૈયાર છે અને તેઓએ તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. જ્યારે સીઆરપીએફ, બીએસએફ અને આસામ રાઇફલ્સે કહ્યું છે કે તેમનું સોફ્ટવેર અદ્યતન તબક્કામાં છે. મંત્રાલયે તમામ સુરક્ષા દળોને કહ્યું છે કે ગૃહમંત્રીની સૂચનાને ઘણો સમય પસાર થઈ ગયો છે, તેથી હવે તેમાં વિલંબ થવો જોઈએ નહીં.

મળતી જાણકારી મુજબ, વર્ષ 2016 માં, લગભગ 30 ટકા ટ્રાન્સફર અરજીઓ ફગાવી દેવામાં આવી હતી, પરંતુ પછીના વર્ષોમાં આ આંકડો 50 થી 60 ટકા સુધી પહોંચી ગયો છે. જવાનો પોતાની પસંદગીના સ્થળે ટ્રાન્સફર ન મળવાથી ચિંતિત છે. કેટલીકવાર, જટિલ ટ્રાન્સફર નીતિને કારણે, યોગ્ય ટ્રાન્સફર અરજી પર નિર્ણય લેવામાં પણ લાંબો વિલંબ થાય છે. જો કે, સુરક્ષા દળો સાથે સંકળાયેલા અધિકારીઓ દાવો કરે છે કે તમામ સુરક્ષા દળોમાં ટ્રાન્સફર અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે મોટી સંખ્યામાં આવા કર્મચારીઓ અરજી કરે છે, જે ટ્રાન્સફર માટેની યોગ્યતા પૂરી કરતા નથી. મોટાભાગની અરજીઓ પણ નકારી કાવામાં આવે છે જેઓ તેમના પોસ્ટિંગનો કાર્યકાળ પૂરો કર્યા વગર અરજી કરે છે.

અધિકારીઓ દાવો કરે છે, કે જો કોઈ તબીબી જરૂરિયાત અથવા અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિ હોય તો આવા કેસોને પ્રાથમિકતાના આધારે ગણવામાં આવે છે. જ્યારે અર્ધલશ્કરી દળના સૈનિકોની ઘણી એવી ફરિયાદો છે, જેમાં તેમને તબીબી આધાર પર પણ ટ્રાન્સફર માટે લાંબો સમય રાહ જોવી પડી હતી ઉપરાંત સક્ષમ અધિકારીઓ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા ન હતા અને વાત પણ કરવામાં આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *