ભાલાવીર નો ગગનભેદી નાદ: નીરજ ચોપરાએ જીત્યો ભારત નો પહેલો ગોલ્ડ

ભારત માટે એક ખૂબ જ આનંદ અને ગૌરવવંતી વાત છે કે ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra wins Gold)ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020)ગોલ્ડ મેડલ જીતીને જાણે આજે ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા (Neeraj chopra javelin thrower)એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ પોતાના બીજા થ્રો માં આ દૂરી તય કરી હતી. નીરજે પ્રથમ થ્રો માં 87.03 સુધી ભાલો ફેંકીને નંબર 1 પર સ્થાન બનાવી લીધું છે. આ પછી તેણે આગામી થ્રો માં પોતાનું પ્રદર્શન વધારે શાનદાર કર્યું હતું. નીરજ ચોપડાએ ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા. જ્વેલિન થ્રો ફાઇનલમાં કોઇપણ એથ્લેટ નીરજ ચોપડાની આસપાસ પહોંચી પણ શક્યું ન હતું. નીરજ ચોપડા એકમાત્ર ખેલાડી છે જેનો થ્રો 87 મીટરથી ઉપર રહ્યો હતો. ચેર રિપબ્લિકનો જાકુબ વેડેલીચ 86.67 મીટર સાથે બીજા અને વિતેસ્લાવ વેસલી 85.44 મીટરની દૂરી સાથે ત્રીજા નંબરે રહ્યો હતો.

આશા રાખીએ આવી જ ખુશ ખબર ઓલિમ્પિક ચાલે ત્યાં સુધી રોજબરોજ ટોક્યો થી આવતી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *