મહારાષ્ટ્રની MNSનું BJP સાથે થઇ શકે છે ગઠબંધન, દેવેન્દ્ર ફડણવીસ એ આપ્યા અણસાર

ભારત ના  મહારાષ્ટ્ર રાજ્યાં ના  રાજકારણ ની ચર્ચા ચારેબાજુ  પુરજોરથી ચાલી રહી છે. એવી અટકળો છે કે ભાજપ (BJP) અને રાજ ઠાકરે (Raj Thackeray MNS)ની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના એક સાથે આવી શકે છે. જ્યારે આ મુદ્દે મીડિયા દ્વારા સવાલો કરવામાં  આવ્યા ત્યારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. હાલ, ચંદ્રકાંત પાટિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા દિલ્હીમાં છે.

પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે ભાજપ 2024 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક જ એન્જિન સાથે પ્રવેશ કરશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ચૂંટણી પ્રતીક પણ રેલવે એન્જિન છે. ફડણવીસે પુણેમાં જણાવ્યું હતું કે ચંદ્રકાંત પાટીલે પહેલાથી જ મનસે સાથે જોડાણ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 2024 ની ચૂંટણીમાં ભાજપ માત્ર એક જ એન્જિન સાથે મેદાનમાં ઉતરશે. પ્રદેશ પ્રમુખ બદલવાની વાતો પણ પુરા વેગ થી ફેલાય રાઈ છે, આ અટકળો પણ તેજ થઈ રહી છે કે ભાજપ ટૂંક સમયમાં જ ચંદ્રકાંત પાટીલની જગ્યાએ અન્ય નેતાને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. આ મુદ્દે ફડણવીસે કહ્યું કે ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં પાર્ટી રાજ્યમાં વધુ સારું કામ કરી રહી છે. રાજ્યના તમામ નેતાઓનો  તેમને સાથ છે. પ્રદેશ પ્રમુખનો ચહેરો બદલવાની કોઈ વાત થઈ નથી. મહારાષ્ટ્રના નેતાઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા, જ્યારે અગાઉ ચંદ્રકાંત પાટિલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને તેમના ઘરે મળ્યા હતા.

મીટીંગ  પછી  પાટીલે જણાવ્યું હતું કે ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. રાજ ઠાકરેએ મને કહ્યું છે કે તેમને મુંબઈમાં રહેતા બિન-મરાઠીઓ વિશે કોઈ વાંધો નથી. અત્યારે કેટલાક રાજકીય મતભેદો છે અને બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે કોઈ ચર્ચા થઈ નથી. વરિષ્ઠ નેતા નિર્ણય લેશે ચંદ્રકાંત પાટિલે શનિવારે દિલ્હીમાં કહ્યું હતું કે હું રાજ ઠાકરે સાથેની વાતચીત વિશે જણાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા અહીં આવ્યો છું. કોઈપણ નિર્ણય પક્ષના વરિષ્ઠ નેતાઓ જ લેશે. ચંદ્રકાંત પાટીલ પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ ભાજપના પૂર્વ અધ્યક્ષ આશિષ શેલારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *