ટોક્યો ઓલિમ્પિકનો પૂર્ણાહૂતિ સમારંભ, આવનાર ઓલિમ્પિક 2024માં ફ્રાન્સમાં યોજાશે

ટોક્યો ઓલિમ્પિક્સ ક્લોઝિંગ સેરેમની નું જીવંત પ્રસારણ 8 ઓગસ્ટ, રવિવારે 7 a.m (EST)ઇએસટી પર થયું હતું, જે છેલ્લી ગોલ્ડ મેડલ ઇવેન્ટ, મેન્સ વોટર પોલો ફાઇનલ બાદ હતું. આ ઘટનાની થીમ “વર્લ્ડ્સ વી શેર” હતી.  આ કાર્યક્રમમાં જાપાની સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવી હતી – તાઇકો ડ્રમિંગ અને હારાજુકુ સ્ટ્રીટ ફેશનથી લઈને જે-પોપ હિટ્સ અને આઇનુ ડાન્સ વગેરે નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. “મેડ ફોર શેરિંગ” થીમ સાથે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેરિસમાં 2024ની રમતોનું આયોજન થશે તે બદલની કામગીરી  ફ્રાન્સને સોંપતા પહેલા, આખો કાર્યક્રમ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકનો પૂર્ણાહૂતિ સમારંભ આજે ભારે ભાવૂક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ થોમસ બાચે તેને સમાપ્ત થયેલ જાહેર કર્યો હતો. થોમસ બાચે કહ્યું હતું કે ઓલિમ્પિકના ઈતિહાસનો આ સૌથી પડકારજનક ઓલિમ્પિક હતો. તેમણે જાપાનના નાગરિકો અને વિશ્વભરના એથ્લીટ્સનો આભાર માન્યો હતો.

 

જાપાનના નાગરિકોએ પણ કોરોનાના કેસ બહાર ન આવતા રાહતનો દમ લીધો હતો. જાપાનના વડાપ્રધાન સુગાએ પણ વિશ્વના દેશોનો આભાર માની મક્કમ મનોબળ તેમજ ખમીરની પ્રશંસા કરી હતી. હવે પછીનો 2024નો ઓલિમ્પિક પેરિસમાં યોજાશે. ભાગ લેનાર 205 દેશો અને રેફ્યુજી ટીમમાંથી 93 દેશોને કોઇ ને કોઇ મેડલ મળ્યા હતા. પરંપરા પ્રમાણે આ જ કાર્યક્રમના ભાગ રૂપે મહિલા અને પુરૂષ વિભાગના મેરેથોન ઈવેન્ટમાં ત્રણ વિજેતાને અનુક્રમે થોમસ બાચ અને વાઇસ પ્રેસિડેન્ટ અનિતા દ્વારા મેડલ એનાયત કરાયા હતા. ઢળતી સાંજે મશાલની જ્વાળા પણ શમી રહી હતી તે દરમ્યાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ વિધિવત રીતે 2024ના ઓલિમ્પિકનો ફ્લેગ ટોક્યોના મેયરને અર્પણ કર્યો હતો તે સાથે જ સમગ્ર પેરિસમાં પણ ઉજવણી અને વેલકમ ઓલિમ્પિકના બેનરથી વાતાવરણ ઉર્જાસભર બની ગયું હતું.

અગાઉથી નિર્ધારિત થયા પ્રમાણે 2024માં પેરિસ, 2028માં લોસ એંજલસ અને 2032માં બ્રિસ્બેનમાં ઓલિમ્પિક યોજાનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *