બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ પીછો નથી છોડી રહી. પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં એમના પતિ રાજકુન્દ્રાની ધરપકડ થયા પછી એમની માતા પર આ મામલે ઉત્તર પ્રદેશની રાજધાની એવી લખનઉ માં એક કેસ નોંધાયો છે.
મળેલા રિપોર્ટ અનુસાર લખનઉ માં શિલ્પા અને એમની માતા વિરુદ્ધ બે રિપોર્ટ નોંધવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે શિલ્પા અને એની માતાએ ઓયસીસઃ સ્વિમિંગ સ્કિલ સેલુન એન્ડ સ્પા નામથી એક કંપની ખોલી. આ કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામ પર શિલ્પા અને એમની માતાએ કરોડો વસૂલ્યા પરંતુ કોઈ ફ્રેન્ચાઇઝી મળી નહિ. આ મામલે જૂનમાં રિપોર્ટ નોંધાવવા વાળી પહેલી મહિલાનો આરોપ છે કે કંપનીએ લોકોના બે વખતમાં લગભગ અઢી કરોડ વસૂલી લીધા.
બંને રિપોર્ટ નોંધાયા પછી લખનઉ પોલીસે એક મહિના પહેલા શિલ્પાની માતા સુનંદાને નોટિસ પણ મોકલી હતી. હવે આ મામલાની તપાસને લઇ લખનઉ પોલીસની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની તપાસમાં સંડોવણી સ્પષ્ટ થવા પર શિલ્પા અને એમની માતાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.