ગુજરાતના જાણીતા આંદોલનકારી તેમજ ખેતી અને આર્થીક નીતીઓના વિશેષગ્ય શ્રી સાગર રબારી AAPમાં જોડાયા

આજરોજ ગુજરાતના જાણીતા આંદોલનકારી, ગુજરાતની ખેતી અને આર્થીક નીતિઓના વિશેષગ્ય શ્રી સાગર રબારી
આમ આદમી પાટી ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઇસુદાન ગઢવી અને આપ ગુજરાત સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ ની હાજરી માં પ્રદેશ કાર્યાલય ખાતેઆપ માાં જોડાયા.

 

સાગરભાઈ રબારી એ બી.એ ઇન ઇકોનોમિકસ અને ડીપ્લોમાં ઇન પત્રકારીત્વ નો અભ્યાસ કરેલ છે.

શ્રી સાગરભાઈ રબારી ખેડૂત એકતા મંચ ના ગુજરાત ના પ્રમુખ છે, તેઓ ખેડૂત ના હક્ક માટે અત્યાર સુધી ઘણા બધા આંદોલન કરી ચુક્યા છે. તેઓ શ્રી  ૧૯૮૪ થી ૨૦૧૨ સુધી  તેમ ૨૮ વર્ષ ગુજરાત લોકસમીતી માાં ચીનુભાઈ વૈદ્ય, શ્રી વિનોબા ભાવે તથા જયપ્રકાશ નારાયણના વિચારો સાથે કામ કરેલ છે.

તેમણે સાલ ૨૦૧૮ માં ખેડૂતોના હક્ક માટે ખેડૂત એકતા મંચ ની સસ્થાપના કરી અને તેઓ ખેડૂતો ના ગ્રામ નો વિકાસ, ખેતી ના પ્રશ્નો જેવા કે પાણી, ખેત વીમો, મીનીમમ  ટેકા ના ભાવો વગેરે વિશે લડત લડે છે.

તેઓએ ખેડૂતો માટે વડોદરા, મહુવા, મીઠી વીરડી, માાંડલ-બહુચરાજી સર, ધોલેરા સર, સોમનાથ-કોડીનાર કાર્ગો રેલ્વે લાવી વગેરે  જગ્યાએ સરકાર સામે લડત લડી ખેડૂતો ને ન્યાય અપાવ્યો છે. ઉપરાંત ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાની અલ્ટ્રાટેક લિમીટેડ કંપની સામે લડત લડયા છે. નર્મદા  ડેમ, શેત્રુંજી ડેમ, મીઠાલા સી વોલ, વનીય-વાઘડીયા ડેમ, માાંગરોલ કોસ્ટલ કેનાલ, રામડ ચેક ડેમ વગેરે માટે લડત લડી ચુક્યા છે. તેઓએ રામદ થી મોડાસા પદયાત્રા સફળતા પૂર્વક કાઢેલ છે.

તેઓએ ૧૨૦૦ કી.મી. લાાંબી ખેડૂત જાગૃતિ બાઇક યાત્રા સોમનાથ થી દ્વારકા નું પણ સફળતા પૂર્વક નેતૃત્વ  કરેલ છે. તેઓએ ખેતીલાયક પોલીસીઓ માટે એક મિસકોલ અભીયાન પણ ચલાવેલ છે જેમાાં ૬,૦૦,૦૦૦ મિસકોલ સાથે ખેડૂતો ને સપોર્ટ કરેલ છે. તેઓ ખેડૂતો ના પ્રશ્નો માટે ગુજરાતની લગભગ દરેક ટીવી ચેનલોમાાં ડીબેટ કરી ચુક્યા છે. ખેડૂતો ના પ્રશ્નો ને વાચા આપવામાાં ઘણીવાર તેમની ધરપકડ પણ થઇ ચુકી છે. તેઓ ખેડૂતો માટે કામ કરતી ૬ સંસ્થાઓ સાથે સક્રિય રહી જોડાયેલા છે.

તેમણે ભૂમિપત્ર, નયા માર્ગ, લોક સ્વરાજ જેવા સામાયિક માટે લેખ લખ્યા છે.  તેમણે ખેતી  લગતા અને અન્ય પાંચ પુસ્તકો પણ લખ્યા છે. તેમણે ગુજરાત ના ખેડૂતો ની જાણ માટે ૧૪ જાતના જુદા જુદા વિષયો ને લગતા પેમ્ફ્લેટપણ છપાવ્યા છે. આમ તેઓ ખેડૂતો ના પ્રશ્નો ને પેમ્ફલેટ, પુસ્તક તથા તેમના લેખો દ્વારા પણ વાચા આપે છે, આમ તેઓ ખરા અર્થ માં ખેડૂતો ના નેતા છે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભભ્રષ્ટાચાર મુક્તિ ના મુદે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાત ના ખૂણે ખૂણે થી લોકો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *